HomeWild Wikiપટ્ટાવાળું ઝરખ ( Striped Hyena )

પટ્ટાવાળું ઝરખ ( Striped Hyena )

ઝરખ વિચિત્ર દેખાવ અને કુતરા કરતાં મોટા કદના આ પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે. તેની ચાલવાની રીત પણ વિશિષ્ટ હોય છે.

115થી 150 સે.મી લાંબા પ્રાણીમાં નરનું વજન 30થી 40 કિ.ગ્રા અને મદાનું વજન 25થી 35 કિ.ગ્રા હોય છે. સ્ટ્રીપ્ડ હાઈના શિયાળામાં પ્રજનન કરે છે. કુતરાને મળતા આવતા આ પ્રાણી આગળના પગ લાંબા અને પાછળના પગ ટુંકા હોવાથી તેનો દેખાવ અલગ જ પ્રકારનો લાગે છે. અને તેના કારણે તે ચાલે ત્યારે સામાન્ય રીતે કુદતું કુદતું ચાલતું હોય તેવું લાગે છે. તેના કાન લાંબા અને ઉભા હોય છે. તેની ગરદન પર કેશ કેશવાળીના લાંબા વાળ હોવાથી તેની ગરદન ખુબ જાડી હોય તેવો ભાસ થાય છે. ઝરખ સામાન્ય રીતે એકલું જ હોય છે.

ઝરખ સામાન્ય રીતે ઘેટા, બકરા, કુતરા, સસલા વગેરેનો શિકાર કરે છે. ખાસ કરીને મરેલા ઢોર ખાવાનું વધુ પસંદ કરે છે. માનવવસવાટ જયાં મરેલા ઢોર નાખવામાં આવતા હોય ત્યાં તેને ઘણીવાર જોઈ શકાય છે. આ કારણે તેને કુદરતનું સફાઈ કામદાર પણ કહેવામાં આવે છે. ઝરખ નિશાચર પ્રાણી છે. અને ગામની સીમમાં રાતના સમયે ફરતું રહે છે. તે નદીના કોતરોમાં પોતાનું ઘર બનાવે છે અને કયારેક શાહુડીના દરને પહોળું કરી તેમાં રહે છે.

WSON Team

ભારતના 1500 મીટરથી ઓછી ઉંચાઈના ઉત્તર પશ્ચિમી રાજયો તથા જમ્મુ કાશ્મીર સિવાય તે બધા જ વિસ્તારમાં વ્યાપ ધરાવે છે. ગુજરાતના બધા જ વિસ્તારોમાં તે જોવા મળે છે. ઝરખની ચામડીની રુવાંટીનો રંગ રાખોડી કે આછા બદામી રંગનો હોય છે. પગ તથા પીઠના ભાગ પર કાળા રંગના પટ્ટા હોય છે. મોઢાનો ભાગ આંખો સુધી કાળા રંગનો હોય છે. ગળા, ખભા, તથા શરીર પરના વાળ લાંબા હોય છે.

શરીરનો કમર પછીનો ભાગ ઢળેલો હોય છે. નીચેની તરફ ગળા અને છાતીનો ભાગ કાળા રંગનો હોય છે. ઝરખનું કદ કુતરા કરતા થોડું મોટું હોય છે. તેના લાંબા મોટા અણીદાર કાન હંમેશા ઉભા રાખે છે. શરીર પર કાળા રંગના પટ્ટાને કારણે આપણે ત્યાંના આ ઝરખને પટ્ટાવાળા ઝરખ એટલે કે “સ્ટ્રીપ્ડ હાઈના” કહે છે. ભારતની બહાર તેની અન્ય જાતી ટપકાવાળા ઝરખની પણ છે. ડાંગ-વાસંદા વિસ્તારમાં તેને કુતી ખડીયું પણ કહે છે. કુતર એટલે કુતરો અને ખડીયો એટલે વાઘ મતલબ કે કુતરા જેવો વાઘ.

WSON Team

એકંદરે એકલવાયું જીનવ ગુજારતા પટ્ટાવાળા ઝરખ મરેલા પ્રાણીઓ કે અન્ય મોટા પ્રાણીઓએ કરેલા શિકાર પર તે નભે છે. તેથી તેને મૃતોપજીવી પણ કહે છે. કીટકો, ગરોળી, કાચીંડો, ઘો, પક્ષીઓ, ઘેટાં, બકરા, ઉંદર, કુતરા, સસલા, સુવર, વગેરેનો શિકાર પણ કરે છે. ઉંચાઈ અને ફળો ખાવાનું પણ પસમદ કરે છે. લાંબા સમય સુધી પાણી પીધા વગર ઝરખ રહી શકે છે.

માટીમાં જાતે બનાવેલી બખોલમાં કે પથ્થરોની મોટી તિરાડોમાં દિવસ દરમિયાન આરામ કરે છે. રાત્રી દરમિયાન પાણી તથા ખોરાકની શોધમાં નિકળી પડે છે. પોતાના વિસ્તારની હદ નક્કી કરવા તેની ગુદા પાસેની ગ્રંથી માંથી ગંધ દ્વવ્ય છોડી નિશાની કરે છે. રોજ નિયત જગ્યાએ લીંડીઓ કરવાની ધરાવે છે.

WSON Team

ઝરખ મોટા ભાગે માંસ અને હાડકા ખાતું હોય છે. તેની હગાર સુકાયા બાગ સફેદ રંગની દેખાય છે. જેમાં હાડકાના ટુકડા મળી આવે છે. તેના પદ્દચિહનની મદદથી પણ તેની હાજરી જાણી શકાય છે. પરંતું ઘણી વખત તેની પદ્દચિહન દીપડાના હોવાનું માનીને લોકો ગેરસમજ પણ કરે છે. ઝરખની ગુદા પાસેની ગંધ ગ્રંથિથી નર-માદા  એકબીજાને સંવનનની તૈયારીનો સંદેશો આપે છે. આવી ગંધ એકબીજાની ઓળખ પણ બને છે.

ઝરખ હસવા જેવો અવાજો કાઢીને પણ તે સંદેશાની આપલે કરે છે. વાઘ, દીપડો, જેવા શિકારી પ્રાણીઓથી તે હંમેશા દુર રહેવાનું પસંદ કરે છે. પરંતુ સમય આવે તેનો હિંમતપુર્વક સામનો કરે છે. અને મરી ગયા હોવાનો ઢોંગ કરીને પણ બચાવ કરે છે. જંગલના સફાઈ કામદાર તરીકે કાર્ય કરીને તે પોષણ કડીનું એક મહત્વનું અંગ બને છે. ઝરખની ચરબીના કહેવાતા ઔષધીય ગુણોની માન્યતાને કારણે તેનો શિકાર થાય છે. વધેલા માનવ હસ્તક્ષેપ તથા વાહન વ્યવહારોને કારણે રોડ અકસ્માતથી થતાં મૃત્યુના લીધે તેની વસ્તી સતત ઘટતી રહી છે.

- Advertisment -