HomeWild Life Newsબે દિવસથી પ્રસુતિની વેદનાથી પીડાતી માદા શ્વાનનો EMRI ની ટીમે બચાવ્યો જીવ

બે દિવસથી પ્રસુતિની વેદનાથી પીડાતી માદા શ્વાનનો EMRI ની ટીમે બચાવ્યો જીવ

વડોદરા જિલ્લાની પશુઓ માટે ની આરોગ્ય સંજીવની સમાન EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એક માદા શ્વાનનો ડો. ચિરાગ અને તેમની ટીમ ઘ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના જામવા વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે છેલ્લા બે દિવસથી એક માદા શ્વાન પ્રસુતીની પીડામાં પીડાઈ રહી હતી. ત્યાં એક પેટ્રોલ પંપ વાળા ભાઈની નજર ઘટના પર પડી, જેને થોડો પણ સમય ગુમાવ્યા વગર તુરંત જ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 પશુ હેલ્પલાઇન ને કોલ કરી મદદ માંગી હતી.

Social Media

ડો. ચિરાગ પરમાર, પાયલોટ રતનસિંહ રાઠોડ અને તેમની ટીમ તરત જ ઘટના સ્થળે વાયુ વેગે પહોંચી ગઈ હતી.ડો. ચિરાગ અને તેમની ટીમે જાણવા મળ્યું કે આ માદા શ્વાન છેલ્લા બે દિવસથી પ્રસુતિની પીડાથી પીડાઈ રહી હતી. તેની હાલત પણ ખૂબ જ ગંભીર હતી કારણ કે છેલ્લા એટલે બે દિવસમાં તેના પેટમાં તેના બચ્ચાં જીવતા હતા કે મૃત્યુ પામેલ હતા.

પરંતુ વર્ષોનો અનુભવ અને ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહની સુઝબુઝથી બે કલાકની ભારે જહેમત બાદ તેના પેટમાંથી બચ્ચા બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ પ્રસુતિની પીડા વધુ હોવાથી અને સમય વીતી ગયેલો હોવાથી બચ્ચાં મૃત હાલતમાં હતા.

પરંતુ તાત્કાલિક સારવાર મળવાની લીધે માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.ડો. ચિરાગ અને તેમની ટીમ ઘ્વારા કૂતરીને જરૂરી ફ્લુડ થેરાપી અને જરૂરી એન્ટિબાયોટિક ઈન્જેકશન આપી તેનો જીવ બચવામાં આવ્યો હતો. જીવદયાનું આ કામગીરી જોઈ પેટ્રોલ પંપના માલિક અને અન્ય સ્ટાફે ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -