વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને મધ્યપ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે, કૂનો નેશનલ પાર્કને તેઓ પોતાનું ઘર બનાવી શકે એ માટે આપણે પણ તેઓને સમય આપવો પડશે.

PM મોદીએ ઉમેર્યું હતું કે, આજે ગુજરાત એશિયાટીક સિંહ માટે ખૂબ મોટું ક્ષેત્ર બની ગયું છે, તેની પાછળ દાયકાઓની મહેનત છે. એક સમયે આસામમાં એકશિંગી ગેંડાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ હતી પણ હવે વધી રહી છે અને ટાઈગરની સંખ્યા ડબલ કરવાનો લક્ષ્ય પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશમાં તેમના નવા ઘર કુનો નેશનલ પાર્કમાં છોડ્યા.