ઇંગ્લૅન્ડના ચેશાયર પ્રાંતમાં 51 હેક્ટર ક્ષેત્રમાંફેલાયેલા ચેસ્ટર ઝૂમાં માત્ર બે ઇંચ કદના જોડિયા વાંદરા જન્મ્યા છે.
બેબી પિગ્મી મોર્મોસેટ જાતિના એ એક વાંદરાનું વજન ફક્ત 10 ગ્રામ છે. પ્રાણી સંગ્રહાલયમાં નવાગંતુક ટચૂકડા વાનરોનો વિડિયો ઝૂના સૂત્રધારોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કર્યો છે. પિન્ગપૉન્ગ બૉલના કદના દુર્લભ જાતિના વાંદરાના વિડિયોનાસોશ્યલ મીડિયા 12 હજાર કરતાં વધારે વ્યુ નોંધાયા છે.
પિગ્મી માર્મોસેટ અને જીનિયસ સેબુએલા, દક્ષિણ અમેરિકાના પશ્ચિમ એમેઝોન બેસિનના વરસાદી જંગલોમાં વતની ન્યૂ વર્લ્ડ વાનરની એક નાની જીનસ છે. તે માત્ર 100 ગ્રામ ના દરે સૌથી નાનું વાનર અને વિશ્વના સૌથી નાના પ્રાઈમટ્સમાંના એક તરીકે નોંધપાત્ર છે. તે સામાન્ય રીતે નદી ધારના જંગલોમાં જોવા મળે છે.