HomeWild Wikiખોરાક મળવો મુશ્કેલ હોય તેવા સંજોગોમાં આ જંગલી પ્રાણી પોતાની ચયાપચયની ક્રિયા...

ખોરાક મળવો મુશ્કેલ હોય તેવા સંજોગોમાં આ જંગલી પ્રાણી પોતાની ચયાપચયની ક્રિયા ઘટાડે છે

કાંટાળા ઉંદર તરીકેની ઓળખ ધરાવતા ભારતીય હેજહોગ (સેળો, શેરો, શેળો) ભારત અને પાકિસ્તાનમાં જોવા મળતી એક જંગલી પ્રજાતિ છે.

WSON Team

હેજહોગ મુખ્યત્વે રેતાળ વિસ્તારોમાં રહે છે પરંતુ અન્ય વાતાવરણમાં પણ જોવા મળે છે. ભારતમાં ગુજરાત રાજસ્થાન અને પંજાબના વિસ્તારોમાં હેજહોગ જોવા મળે છે.

ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં રહેતા હોવાને કારણે ખોરાક મળવો મુશ્કેલ હોય તે સમયે તેઓ પોતાની ચયાપચયની ક્રિયા ઘટાડવાનો અનોખો ગુણ પણ ધરાવે છે.

હેજહોગ એ કાંટાળું સસ્તન પ્રાણી છે. સમગ્ર યુરોપ, એશિયા અને આફ્રિકાના અને ન્યુઝીલેન્ડમાં મળીને તેમની પાંચ જાતિઓ જોવા મળે છે. એટેલરિક્સ, એરિનેસિયસ, હેમીચીનસ, મેસેચીનસ, પેરાચીનસ આ ૫ પ્રજાતિમાંથી ભારતીય હેજહોગ પેરાચીનસ પ્રજાતિનો ભાગ છે. આ પ્રાણીઓ ઉષ્ણકટિબંધીય આબોહવા પસંદ કરે છે અને શુષ્ક વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ પોતાની રીતે જીવન જીવે છે . જંગલી પ્રાણીઓમાં ફક્ત હેજહોગ જ દરમાં રહે છે.

હેજહોગ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ના અનુસૂચિ IV હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે:

WSON Team

કાંટાળા ઉંદર તરીકે ઓળખાતા આ જીવ નાના જીવ-જંતુઓને ખોરાક તરીકે લે છે. તે પ્રમાણમાં નાના હોય છે. તેઓ એકદમ ઝડપી હોય છે. જો કે લાંબા કાનવાળા હેજહોગ જેટલા ઝડપી નથી. પુખ્ત નર શેળોનું વજન લગભગ 435 ગ્રામ અને પુખ્ત માદાનું વજન લગભગ 312 ગ્રામ જેટલું હોય છે. તેનો રંગ મુખ્યત્વે ભૂરા રંગના થોડા હળવા શેડ્સનો છે. તેની પૂંછડી લગભગ 2-4 સેન્ટિમીટર લાંબી હોય છે. તેઓ માથું નાનું, લાંબું નાક, નાની-કાળી આંખો અને પ્રમાણમાં મોટા કાન ધરાવે છે. તેના પંજા નાના પરંતુ મજબૂત હોય છે. હેજહોગ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (1972)ના અનુસૂચિ IV હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. તેમના મગજમાં પણ એસીટીલ્કોલીનેસ્ટેરેઝની હાજરીને કારણે એન્ઝાઇમની ઘણી બધી પ્રવૃત્તિ થતી રહે છે.

ભારતીય હેજહોગ લગભગ 45 સેમી લાંબો ખાડો ખોદવામાં સક્ષમ છે:

WSON Team

અવનવા ગુણધર્મો ધરાવતા ભારતીય હેજહોગને શિકારીથી બચાવવા માટે શરીરના ઉપરના ભાગમાં કાંટા વાળી  કરોડરજ્જુ હોય છે. જ્યારે તેઓ જોખમ અનુભવે છે ત્યારે તેઓ સ્વ બચાવ માટે તરત જ એક બોલમાં રૂપાંતરિત થઈ જાય છે અને તેમની કાંટાળી કરોડરજ્જુ થી પોતાનું રક્ષણ કરે છે. ભારતીય હેજહોગ લગભગ 45 સેમી લાંબો ખાડો ખોદવામાં સક્ષમ છે. તેઓ તેનો ઉપયોગ સૂવા માટે અને રક્ષણ માટે કરે છે.

ભારતીય હેજહોગ હાડકા સહિતના સમગ્ર શિકારને ખાઈલે છે:

WSON Team

ભારતીય હેજહોગ ખોરાક શોધવામાં ખૂબ જ નિપુણ છે. જંતુઓ, નાના કૃમિને પણ મોટાભાગે તે ખોરાક બનાવે છે. હેજહોગની આ જાતિ કોઈ છોડ ખાતી નથી. જેથી તેમણે પાણી માટે બહારના સ્ત્રોતોની જરૂર પડે છે. આ જીવો જ્યારે ખોરાક મળવો મુશ્કેલ હોય તેવા સંજોગોમાં તેમના ચયાપચયની ક્રિયાને ઘટાડવા માટે પણ જાણીતા છે. ખોરાક લેતી વખતે ભારતીય હેજહોગ હાડકા સહિતના સમગ્ર શિકારને ખાઈલે છે. તે જમીન પર માળો બાંધતા પક્ષીઓના ઇંડા પણ તોડીને ખોરાક લે છે. કેટલીક પરિસ્થિતિઓમાં હેજહોગ બીમાર અથવા નબળા નવજાત હેગહોજ શિશુને પણ આરોગે છે.

માદા હેજહોગ વર્ષમાં એક વાર 2 થી 3 બાળકને જન્મ આપે છે:

WSON Team

આ નાના જીવોમાં અગત્યની બાબત એ છે કે નર અને માદા હેજહોગ માત્ર સમાગમની મોસમ દરમિયાન મળે છે . જીવનસાથીની શોધ કરતી વખતે, નર અને માદા ભારતીય હેજહોગ અવાજ કરે છે. તેઓ મોટા ભાગે વસંત અને ઉનાળાની ઋતુમાં સમાગમ કરે છે. માદા હેજહોગ વર્ષમાં એક વાર 2 થી 3 બાળકને જન્મ આપે છે. એક અઠવાડિયાની ઉંમર થયા બાદ નવજાત શિશુ બોલમાં રૂપાંતરિત થવા સક્ષમ બને છે અને લગભગ 21 દિવસ પછી તેમની આંખો ખોલે છે. નર હેજહોગ સામાન્ય રીતે પિતૃત્વની પ્રક્રિયામાં ભાગ લેતા નથી માદા હેજહોગ જ બચ્ચાંની સંભાળ રાખી તેમનો ઉછેર કરે છે.

ભારતીય હેજહોગ એકલા રહેવાનું પસંદ કરે છે:

WSON Team

જ્યારે તેમના દરમાં અન્ય પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે, ત્યારે આ પ્રાણી પોતાને બચાવવા માટે એક બોલમાં પરિવર્તિત થાય છે. જ્યારે કોઈ અજાણી વસ્તુ સંપર્કમાં આવે છે ત્યારે તે તેની કરોડરજ્જુ પર લાળ ફેલાવે છે. તેમનું આ કરવા પાછળનું કારણ હજી પણ અજ્ઞાત છે પરંતુ ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે તેઓ નવી પરિસ્થિતિની સામે સલામતીને ચિહ્નિત કરવા માટે તેઓ લાળ ફેલાવે છે.

ભારતીય હેજહોગ એકલા રહેવાનું પસંદ કરે છે. જોકે નોંધાયું છે કે આ પ્રાણી જ્યારે દરમાં હોય છે ત્યારે અન્ય હેજહોગ સાથે તે પોતાનો દર પણ શેર કરે છે. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓમાં આ ગુણ જોવા મળતો નથી.

ભારતીય હેજહોગ વિશે જાણવા જેવુ

WSON Team
  •  જંગલી પ્રાણીઓમાં ફક્ત હેજહોગ જ દરમાં રહે છે.
  •  હુમલો થતા આ પ્રાણી પોતાને બચાવવા માટે એક બોલમાં પરિવર્તિત થાય છે.
  • ભારતીય હેજહોગ લગભગ 45 સેમી લાંબો ખાડો ખોદવામાં સક્ષમ છે.
  • જમીન પર માળો બાંધતા પક્ષીઓના ઇંડા તોડીને તેનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
  •  અજાણી વસ્તુ સંપર્કમાં આવે છે ત્યારે તે તેની કરોડરજ્જુ પર લાળ ફેલાવે છે
  • જીવનસાથીની શોધ કરતી વખતેનર અને માદા ભારતીય હેજહોગ અવાજ પણ કરે છે
  •  મોટે ભાગે આ પ્રાણી વસંત અને ઉનાળાની ઋતુમાં સમાગમ કરે છે
  • માદા હેજહોગ નર હેજહોગની મદદ વિના જ બચ્ચાંની સંભાળ રાખી તેમનો ઉછેર કરે છે.
  • જન્મના 21 દિવસ બાદ શિશુ હેજહોગ આંખ ખોલે છે.

                 ભારતીય હેજહોગ (સેળો, શેરો, શેળો)

WSON Team

જાતિનું નામ: પેરાચીનસ માઇક્રોપસ

કુટુંબ: એરીનેસીડે

મધ્યમ તાપમાન: ગરમ, શુષ્ક આબોહવા પસંદ કરે છે.

સ્વભાવ: મોટે ભાગે એકાંત જીવ જે મોટે ભાગે સમાગમ દરમિયાન અન્ય માદા સાથે સંપર્ક કરે છે.

રંગનું સ્વરૂપ: ચહેરા, બાજુઓ અને પેટ પર સફેદ ફર સાથે ભૂરા રંગના વિવિધ શેડ્સ

આયુષ્ય: અજ્ઞાત

કદ: નર (435 ગ્રામ) માદા (312 ગ્રામ)

આહાર: જંતુઓ, અનુકૂળ ભૃંગ, કૃમિ, ગોકળગાય, વીંછી, નાના કરોડરજ્જુ અને જમીનના ઇંડા

આવાસ: ઉષ્ણકટિબંધીય કાંટાના જંગલો અને સિંચાઈવાળી ખેતીની જમીનો જ્યાં જમીનમાં ઢંકાયેલા ખાડાઓ બનાવી શકાય છે.

Writer: Biny Patel, Nature lover, Traveller, and journalist 

ઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ દ્રશ્યમાન થઈ રહી છે


- Advertisment -