વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચોથા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નવા સરીસૃપ વિભાગ સાથે વન્ય બિલાડીઓનો પણ ઉમેરો કરાશે.
સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના નિતી નિયમ મુજબ ઝૂ ડેવેલ્પમેન્ટના ચોથા તબક્કા અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય ખાતે નવો સરીસૃપ વિભાગ બનાવવાનું કામ હાથ પર લીધું છે. જેમાં ૨૪ પ્રજાતીના સર્પ અને ગરોડીઓ સાથે ફૂલ ગ્લાસ વ્યુવીંગ સાથે દર્શાવવામાં આવશે.
ઝૂ માં ઑટર માટે આકર્ષક અને આધુનિક ડિઝાઈન ધરાવતું નવું એસ્ક્લોઝર અંડર વોટર ગ્લાસ વ્યુવીંગ અને ફીસ્ટ્રેશન પ્લાન્ટ સાથે બનાવવાનું આયોજન છે. આ ઊપરાંત ઝૂ માં ચાર પ્રજાતિની નાની વન્ય બિલાડીઓ માટે પણ નવિન ચાર એક્લોઝર ગ્લાસ વ્યુવીંગ સાથે બનાવવાનું આયોજન છે. આ નવા પીંજરાઓની ડીઝાઇનને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ મંજૂરી આપી છે.