દીપડા એની ફૂડ હેબિટ ને લીધે માનવ સાથે ઘર્ષણ માં વધુ આવે છે જ્યારે રીંછ શરમાળ પ્રકૃતિ ને લીધે જાહેરમાં ખૂબ ઓછું આવે છે.
આજે(3 જી માર્ચ) વિશ્વ વન્ય પ્રાણી દિવસ છે અને વન્ય જીવ વિભાગ વડોદરા એ આપણા વિસ્તારના રતન મહાલ અને જાંબુઘોડા ના અભયારણ્યો માં માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ ટળે તે માટે વિશ્વ વન્ય પ્રાણી દિવસના કાર્યક્રમો નું આ સપ્તાહમાં આયોજન કર્યું છે.

તાજેતરમાં જ નારૂકોટ પાસે કોઈ વાહન ની ટક્કર થી ફોર હોર્ન એન્ટિલોપ જેને સ્થાનિક ભાષામાં ફૂકડી કહે છે તેના કરુણ મરણ ની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખાસ કરીને જે રસ્તાઓ જંગલ કે સંરક્ષિત વન વિસ્તારમાં થી પસાર થાય છે, તેના પર સંધ્યા અને રાત્રીના સમયે વાહનો ખૂબ તકેદારી સાથે અને ઓછી ગતિએ હંકારવામાં આવે એ ઇચ્છનીય છે.
તેમણે જણાવ્યું કે મોટા વન્ય પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વડોદરા https://wildstreakofnature.com/gu/jambughoda-wild-life-sanctuary/વન્ય જીવ વિભાગ હેઠળના જંગલોમાં દીપડા અને રીંછ એ મુખ્ય જંગલી પ્રાણીઓ છે. આ ઉપરાંત તાડ નું વનીયાર, કાળુ વનિયાર,જંગલ બિલાડી અને ઝરખ જેવા વન્ય પ્રાણીઓ છે.રતન મહાલમાં ઉધાલ મહુડાના ઉપર ના ભાગમાં જંગલી કુકડા જોવા મળે છે.

રતન મહાલમાં 45 જેટલા રીંછ છે તો જાંબુઘોડા માં 8 જેટલા છે. https://wildstreakofnature.com/gu/ratanmahal-sloth-bear-sanctuary/દીપડા ની વસ્તી બંને જંગલોમાં સાર્વત્રિક છે. હાલોલના રેસક્યુ સેન્ટરમાં થી 6 મહિનામાં 29 દીપડા ને જૂનાગઢના શક્કરબાગ આશ્રય ગૃહમાં મોકલવામાં આવ્યાં છે. રીંછ શરમાળ પ્રાણી છે અને અંતરિયાળ જંગલમાં રહેવાનું પસંદ કરે છે.
માનવ સાથે ઘર્ષણ ના પ્રસંગો ઓછા બને છે. જ્યારે દીપડો અવાવરૂ ઘર દેખાય તો ત્યાંય ધામાં નાંખી દે. વળી એ કૂતરાં અને મરઘાં નો શિકાર કરે છે એટલે એની લાલચમાં વસ્તીવાળા વિસ્તારોમાં આવી જાય છે.તેની ફૂડ હેબિટ માં બિલાડી, રોઝના બચ્ચાં પણ આવી જાય.જ્યાં જંગલ ગીચ છે ત્યાં ઘર્ષણ ઓછું રહે છે અને જ્યાં જંગલ પાંખું ત્યાં ઘર્ષણ ની શક્યતા વધે છે. વન્ય પ્રાણીઓ ની એક ખૂબ અલગારી દુનિયા છે.જંગલ એમનું ઘર છે. એટલે માનવ દખલ જેટલી ઓછી કરી શકાય એટલા પ્રમાણ માં સુમેળભર્યું સહજીવન શક્ય બનશે.
Writer: Suresh Mishra, Nature lover and Traveller