Home Wild Life News કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરાને લુપ્ત થવાનાં આરે આવેલી દુર્લભ જાતિ તરીકે જાહેર કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરાને લુપ્ત થવાનાં આરે આવેલી દુર્લભ જાતિ તરીકે જાહેર કરાયું

0
કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરાને લુપ્ત થવાનાં આરે આવેલી દુર્લભ જાતિ તરીકે જાહેર કરાયું
Social Media, Google

કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરાને લુપ્ત થવાનાં આરે આવેલી દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કરાયું છે, જેને લઈને આગામી દિવસોમાં આ પ્રાણીનાં સંરક્ષણ અને સંવર્ધનને લઈ કામગીરી આગળ ધપશે. આ સંદર્ભે પશ્ચિમ કચ્છનાં નાયબ વન સંરક્ષણ તુષાર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર કચ્છમાં જ હેણોતરા જાેવા મળી રહ્યા છે અને તેની અત્યારે અંદાજિત ૩૦ જેટલી સંખ્યા હોવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે, આ પ્રાણી શાંત સ્વભાવનું અને માત્ર રાત્રિનાં સમયે જ બહાર નીકળતું પ્રાણી છે.

આ પ્રાણીનો રણ અને કાંટાળા વિસ્તારમાં વધુ વસવાટ જાેવા મળતો હોય છે. કચ્છમાં રણ તેમજ કાંટાળ વિસ્તાર પણ હોવાને કારણે અવારનવાર હેણોતરા દેખા દેતા હોય છે. સરકાર દ્વારા હવે આ પ્રાણીને લુપ્તપ્રાય પ્રાણીમાં સમાવેશ કરાયો છે, ત્યારે તેના સંવર્ધન અને સંરક્ષણની દિશામાં કામગીરી આગળ ધપશે. જાે કે, આ વિભાગ દ્વારા તો અગાઉ પણ હેણોતરાનાં સંવર્ધન સંદર્ભે રાજ્ય સરકારને દરખાસ્ત કરેલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here