HomeWildlife Specialદેશનું એકમાત્ર નાનુ પક્ષી અભયારણ્ય પોરબંદરમાં બર્ડસીટીના વિકાસ થકી રોજગારીની અનેક તકો

દેશનું એકમાત્ર નાનુ પક્ષી અભયારણ્ય પોરબંદરમાં બર્ડસીટીના વિકાસ થકી રોજગારીની અનેક તકો

પોરબંદર આજે વિશ્વ વિખ્યાત બની છે. પોરબંદર બર્ડ સીટી તરીકે પણ ઓળખાય છે. પોરબંદરમાં શિયાળીની સિઝનમાં હજારો પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે.

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદરના ર૧ જળપલ્લવીત વિસ્તારોમાં પક્ષીઓનું આગમન થઇ ગયું છે. પોરબંદર હાલ ઉદ્યોગ વિહોણું હોવાથી રોજગારી માટે પ્રજા અન્ય જિલ્લામાં જવા મજબૂર બન્યા છે. પરંતુ પોરબંદરને પર્યાવરણિય વિકાસ થકી નવી રોજગારી ઉભી થઇ શકે તેમ છે. આ ઉપરાંત પોરબંદરના અન્ય જળ પલ્લવીત વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન મહેમાન બની રહ્યાં છે. ત્યારે બર્ડ સીટી પોરબંદરને પર્યાવરણિય પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે તો નવી રોજગારી પણ ઉભી થઇ શકે છે.

WSON Team

શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બને છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વિદેશી પક્ષીઓ જળ પલ્લવીત વિસ્તારમાં ખોરાક આરોગી રહ્યાં છે. પ્રવાસી પક્ષીઓના ખાસ રૂટ એટલે માયગ્રેટરી રૂટમાં પોરબંદર આવતું હોવાથી આ શિયાળાની સિઝનમાં પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બને છે. શિયાળાની સિઝનમાં બીજા દેશોમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે ત્યારે પક્ષીઓ ખોરાક માટે તેમજ તેમના બચ્ચાઓના ઉછેર માટે પોરબંદર આવે છે.

પોરબંદર શહેરમાં પક્ષીઓ માટે 21 જળ પલ્લવીત વિસ્તારો આવેલા છે. પોરબંદરના વાતાવરણમાં ખાસ જોઇએ તો અહીં દરિયાને લીધે સમતાપી વાતાવરણ પક્ષીઓ માટે જોવા મળે છે. પોરબંદર પાસે જળ પલ્લવીત વિસ્તાર, રેતાળ, ખુલ્લા મેદાનો તેમજ ડુંગળિયાળ વિસ્તાર હોવાથી પક્ષીઓ આવા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે. ખોરાકની દ્રષ્ટિએ પોરબંદરમાં જોઇએ તો જળ પલ્લવીત વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં સાઝ, છૈયા નામનું ફળ પક્ષી ખોરાક તરીકે આરોગે છે. ઉપરાંત મીઠું અને ખારૂ પાણી જ્યા ભેગુ જાય ત્યાં સૌથી વધુ પ્રમાણમાં માછલીઓ પ્રજનન કરે. પક્ષીઓને વિપુલ પ્રમાણમાં તે ખોરાક તરીકે મળી રહે છે. આ ઉપરાંત હાલની સિઝનમાં માંડવીના વાવેતરને લીધે કુંજ જેવા પક્ષીઓ માટે ખોરાકરૂપે તે પણ મળી શકે.

વિશ્વનું એકમાત્ર શહેર કે જે હજારો ફ્લેમીંગોને નજીકથી જોઇ શકાય

WSON Team
પોરબંદરમાં ભારતનું એક માત્ર પક્ષી અભિયારણ ખીજડી પ્લોટ નજીક આવેલ છે. આ પક્ષી અભિયારણ ૯.૩૩ એકરમાં ફેલાયેલું છે. પોરબંદર પાસે કર્લી, ગોસાબારા જેવું વિશાળ જલ પલ્લવીત વિસ્તાર છે. જે નર સરોવર કરતા વધુ પ્રમાણમાં, વધુ પ્રજાતીઓ નોંધાયેલી છે. આ ઉપરાંત પોરબંદર વિશ્વ એકમાત્ર શહેર છે કે રહેણાંક વિસ્તાર પ૦-૧૦૦ મીટર અંતરેથી જ હજારો સંખ્યામાં ફલેમીંગોને જોઇ શકાય છે. આટલી મોટી સંખ્યા નકરૂ લેખ આફ્રિકામાં જોવા મળે છે. તેને જોવા માટે એકથી દોઢ કિલોમીટર દુરથી જોવું પડે છે. જેથી પોરબંદરમાં આવતા પક્ષીઓને સ્થાનીકો અને પક્ષીપ્રેમીઓ નજીકથી જોઇ શકે છે.
પર્યાવરણીય પ્રવાસન ક્ષેત્ર થકી રોજગારી શક્ય છે

WSON Team
પોરબંદર પાસે ઉદ્યોગોનો વિકાસ નહિવત છે. પોરબંદરને પક્ષીઓ થકી પ્રવાસન ક્ષેત્રે પર્યાવરણિય પ્રવાસન ક્ષેત્ર બનાવી શકાય છે. સામાન્ય રીતે પ્રવાસીઓ દ્વારકાથી સોમનાથ વચ્ચે એટલે કે પોરબંદરમાં મહાત્મા ગાંધીજી તથા સુદામાભૂમિ જેવા સ્થળોની મુલાકાત કરી ખૂબ ટૂંકુ રોકાણ કરે છે. હાલના સમયમાં વિશ્વવ્યાપી પક્ષી દર્શન અને પ્રવાસનમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. જો પોરબંદરમાં ર૧ જળ પલ્લવીત વિસ્તારમાં વિકાસ કરી અને પર્યટકોને આકર્ષિયનો લાંબો સમય સુધી પોરબંદરની મહેમાનગતી માણશે. એવા ઘણા દેશો છે કે જેનું આર્થિક તંત્ર પર્યટન ઉપર ચાલે છે. તો આપણે પોરબંદરમાં રોજગારી માટે નવો ઉકેલ લાવી શકીએ છીએ.
પક્ષીનગર પોરબંદર પક્ષીઓના વિકાસથી વેગળું

WSON Team
બર્ડ સીટી તરીકે ઓળખાતા પોરબંદરને પ સપ્ટેમ્બર ર૦૦૯ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોરબંદરને પક્ષી નગર બનાવવાની માંગણી પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. જેને ફક્ત ર૧ દિવસના ટુંકા ગાળામાં માંગણી સ્વીકારી પોરબંદરને પક્ષી નગર જાહેર કર્યું. તે સમયે નગરપાલિકાને વહિવટી તંત્રને શહેરના હોર્ડિંસ લગાડવા તેમજ પોરબંદર વિકાસવા માટેની જાણ મુખ્યમંત્રી કાર્યાલયે કરવામાં આવી હતી. પછી જોઇએ તેટલો વિકાસ પક્ષી નગર તરીકે થયો નથી. આજે હજારો પ્રવાસીઓ પોરબંદરની મુલાકાત લે છે તો પોરબંદરની ભૂમિને પર્યાવરણિય વિકાસ થકી નવી રોજગારી લાવી શકાય છે.

 

- Advertisment -