HomeCobraસૌથી ઝેરી સાપ બદલી રહ્યો છે પોતાનો રંગ, જાણો કેમ ?

સૌથી ઝેરી સાપ બદલી રહ્યો છે પોતાનો રંગ, જાણો કેમ ?

વીર નર્મદ દક્ષિણ યુનિવર્સીટીના બાયો-સાયન્સ વિભાગના પ્રોફેસર ડો, એસ.કે.ટાંક અને પીએચડીના વિદ્યાર્થી હર્ષિલ પટેલે પોતાના રિસર્ચના માધ્યમથી દાવો કર્યો છે કે, મૌસમમાં થઈ રહેલા ફેરફારથી રસેલ્સ વાઈપર સાપ રંગ બદલી રહ્યો છે.

ડો.એસ,કે ટાંક અને હર્ષિલ પટેલ દ્વારા કરાયેલી શોધ ખરેખર ચોકાવનારી છે. વિશ્ર્વમાં સૌથી વધુ ઘાતક અને ઝેરીલા રસેલ્સ વાઈપર જે સાપની એક પ્રજાતિ છે. તેઓએ એક સંશોધન કર્યું છે. આ સંશોધનમાં તેઓએ જણાવ્યું છે કે, વાતાવરણમાં પ્રદુષણ વધવાના કારણે તાપમાનમાં પણ સતત પરિવર્તન જોવા મળ રહ્યું છે. જેના કારણે રસેલ્સ વાઈપરની ચામડી ઉપર તેની અસર થઈ રહી છે. પ્રદુષણના લીધે સતત વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનને લીધે રસેલ્સ વાઈપરના જિન્સ પર પણ તેની અસર પડી રહી છે. જેના લીધે રસેલ્સ વાઈપરની આવનારી પેઢીનો રંગ પણ બદલાઈ જશે તેવું સંશોધનકારો માની રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કરાયેલા આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, રસેલ્સ વાઈપરના રંગ બદલવાથી હાલ તેને ઓળખવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. આ સાપને ઓળખી ન શકવાને કારણે ડાંગ, આહવા, જેવા જીલ્લાઓમાં આશરે 60 થી વધુ લોકો તેનો શિકાર થઈ રહ્યા છે.

આ અગાઉ આદિવાસી વિસ્તારમાં રસેલ્સ વાઈપર ડંખ મારે ત્યારે લોકો તેને ઓળખી જતા હતા અને તરત જ તેનો ઈલાજ પણ કરી લેતા. પરંતુ રંગ બદલવાના કારણો લોકો હાલ તોને ઓળખી શકતા નથી. જયારે આ રસેલ્સ વાઈપર તેઓને કરડે છે. ત્યારે લોહીની ગાંઠ બની જાય છે. અને જો 20 મિનીટમાં ઈલાજ ન મળે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આ અંગે ડો, એસ.કે. ટાંકે જણાવ્યું હતું કે મૌસમમાં થઈ રહેલા પરિવર્તનના કારણે સાપોમાં ઝેરનું પ્રમાણ વધી રહ્યું છે અને આ રીતના મૌસમમાં બદલાવ થતો રહ્યો તો રસેલ્સ વાઈપર સાપની પ્રજાતિ લુપ્ત થઈ શકે છે. આ સાપ ઉંદર ખાય છે. જેથી ખેતીના પાકને નુકશાન નથી થતું જો સાપ લુપ્ત થશે તો ખેડુતોની પરિસ્થિતી પર પણ તેની ગંભિર અસરો થઈ શકે છે.

- Advertisment -