વડોદરા શહેરના મધ્યમાથી વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી જતા મગરો અનેક વાર સ્થાનિક રહીશો માટે જોખમ રૃપ બનતા હોય છે.અગાઉ કારેલીબાગ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન મહાકાય મગર ગેટ સુધી આવી જતાં તેનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.
નવરાત્રિ દરમિયાન ગઇરાતે આવો જ એક બનાવ છાણી વિસ્તારમાં બન્યો હતો.જેમાં માળી ફળિયા ખાતે એક મગર આવી જતાં ભારે ગભરાટ ફેલાયો હતો. જો કે થોડે દૂર ગરબા ચાલતા હોવાથી મગર ડીજે ના અવાજને કારણે તે તરફ જવાને બદલે તળાવ તરફ અંધકારમાં સરકી ગયો હતો.જીવદયા કાર્યકરોને જાણ કરાતાં તેઓ ગરબાના સ્થળેથી જ કામગીરી માટે પસાર થયા હતા. સ્થાનિક યુવકોએ પણ જીવદયા કાર્યકરોને મદદ કરી હતી અને મગરનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.