વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આગામી 16 ઓક્ટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય નિયમિત રીતે શરૂ થઇ જશે. તા, 16 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓ નિયમિત સાસણ ગીર અભ્યારણ્યની મુલાકાત લઇ શકશે. ચોમાસાની સિઝન દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું છે. વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે વન વિભાગદ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગીર અભ્યારણ્યના ટુરિસ્ટ રૂટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે અત્યારથી જ એશિયાટીક સિંહ દર્શનની પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને જોતા ઓનલાઇન પરમિટની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર વિશ્વભરમાં એશિયાટિંક સિંહ માટે જાણીતુ છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ વનરાજને જંગલમાં વિચરતા જોવાનો લ્હાવો લેવા આવે છે, વળી વરસાદ બાદ તો ગીર જંગલનું કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે.
