HomeWild Life Newsપગેરૂં શોધતી વખતે ખેતરમાં છુપાયેલા દીપડાનો ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો

પગેરૂં શોધતી વખતે ખેતરમાં છુપાયેલા દીપડાનો ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો

જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગામે ખેતરમાં છુપાયેલા દીપડાનું પગેરૂં શોધતી વેળાએ દીપડાએ ફોરેસ્ટ ખાતાના બીટ ગાર્ડ પર હુમલો કર્યો હતો, જોકે આ ઘટનામાં બીટ ગાર્ડને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગામની સીમમાં ઘણા સમયથી સીમ વિસ્તારમાં દીપડાએ પડાવ નાખ્યો હતો જે લઈને ગ્રામજનો અને ખેતરે જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે દીપડો વાડીમાં દેખાયો હોવાથી ગામના સરપંચે ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી. બીટ ગાર્ડ દીપડાના પદ ચિહ્ન જોવા માટે વાડીએ આવ્યો હતો. તે ખેડૂતો સાથે વાડીમાં ગયો ત્યારે ખેતરમાં છુપાયેલા દીપડાએ ઓચિંતી છલાંગ મારીને હુમલો કર્યો હતો.

ખેડૂતોએ દીપડાને લાકડી મારીને ભગાડયો પરંતુ આ ઘટનામાં બીટ ગાર્ડ ગભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ ડીએફઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. દીપડાને પકડવા પાંજરૂં મુકવાની કઈ કાર્યવાહી ન કરતા દીપડો કોઈ ખેડૂત પર હુમલો કરશે તો તેનું જવાબદાર ફોરેસ્ટ ખાતું રહેશે તેવો ગામવાસીઓ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.

- Advertisment -