HomeWild Life Newsભારતના આ રાજ્યમાં જોવા મળ્યું દુર્લભ રંગબેરંગી ચામાચિડિયાની પ્રજાતિ

ભારતના આ રાજ્યમાં જોવા મળ્યું દુર્લભ રંગબેરંગી ચામાચિડિયાની પ્રજાતિ

અંગ્રેજીમાં બેટના નામે પ્રસિદ્ધ ચામાચિડિયાની દુનિયાભરમાં અનેક પ્રજાતિઓ મળી આવે છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કાળા ચામાચિડિયા જ જોયા હશે અને સામાન્ય રીતે દરેક જગ્યાએ તેની તસવીર પણ નજરે આવે છે.જો કે હાલ ઓડિશામાં એક અનોખુ ચામાચિડિયુ નજરે આવ્યું છે.

વન વિભાગમાં અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચામાચિડિયાની એક તસવીર શેર કરી છે. આ તસવીર એટલી ખાસ એટલા માટે છે કારણ કે તેમાં જોવા મળી રહેલુ ચામાચિડિયુ આખુ કાળા રંગનું નથી, તેનો રંગ નારંગી અને કાળો છે. તેને જોઇને લાગી રહ્યું છે જાણે કોઇ કલાકારે ખૂબ જ બારીકાઇથી કારીગરી દેખાડતા તેના પર પેઇન્ટ કર્યુ હોય. તેનો ખૂબસુરત રંગ જોઇને તમે ચામાચિડિયાના વિશે ફેલાયેલી તમામ નકારાત્મક વાતોને ચોક્કસ ભૂલી જશો.

આ રંગબેરંગી ચામાચિડિયુ ઓડિશાના ગુણપુર વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ રંગબેરંગી પ્રજાતિના બેટને અત્યાર સુધી કોઇ ખાસ નામ ન આપીને તેને પેંટેંડ બેટના નામે ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ કેરિવોલા પિક્ટા છે. તે મોટાભાગે સૂકા વિસ્તારોમાં અથવા તો ટ્રી હોલ્સમાં જોવા મળે છે. તેનું વજન માત્ર 5 ગ્રામ છે. 38 દાંતો વાળુ આ ચામાચિડિયા ફક્ત કીડા-મકોડા ખાય છે.

ચામાચિડિયાની આ પ્રજાતિ ભારત અને ચીન સહિત ઘણા એશિયન રાજ્યોમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ઓડિશા પહેલા આ ચામાચિડિયાને ડિસેમ્બર 2019માં કેરળમાં જોવા મળ્યું હતું. ચામાચિડિયાની બીજી પ્રજાતિના મુકાબલે આ પેન્ટેડ બેટ ખૂબ જ સુંદર લાગે છે.

- Advertisment -