ભારતનું ગર્વ છે એશિયાટિક લાયન ભારતની પ્રજાની પ્રકૃતિ પણ આ સિંહ જેવી હોવાની અનુભૂતિ વિશ્વ એ કરી છે. ભારતના આ ગૌરવ ને જાળવી રાખવુ જરૂરી છે. માટે જ દર વર્ષે 10 ઓગસ્ટ એ ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે.
લોકોમાં જાગૃતિ આવે અને આ વન્ય જીવના મહત્વ ને સમજે દર વર્ષે સિંહ દિવસ ની ઉજવણી સ્કૂલો, કોલેજોમાં રેલીઓ, અલગ અલગ નારાબાજી, સ્લોગન અને વકતૃત્વ તેમજ ચિત્રો દોરવાની સ્પર્ધાઓથી ઉજવવા વન વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.જેમાં હજારો બાળકો ભાગ લેતા હૉય છે.
આ વર્ષે ઉજવણી અલગ રીતે કરવામાં આવેલ છે જે અંગે સાસણ ગીરના મુખ અધિકારી ડૉ મોહન રામે જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીને કારણે બાળકોને એકત્ર કરવા જોખમી છે આથી જ સોશ્યલ મીડિયાને માધ્યમ બનાવી આ ઉજવણી કરવામાં આવેલ છે.ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટસપ જેવા સોશ્યલ મીડિયા માં અનેક સ્પર્ધાઓનું આયપજન કરવામાં આવ્યું હતું અને સૌથી વધુ લાઇક્સ મેળવનારને ઇનામ પણ આપવામાં આવશે.
આ વર્ષે સોશ્યલ મીડિયાથી ઉજવણી કરવાથી વિશ્વભરના સિંહ ના ચાહકો ઉત્સાહિત થયા છે અને મોટી સંખ્યામાં અમને ફોટોસ,ચિત્રો, કવિતાઓ, તેમજ સિંહને લગતા સ્લોગનો મળી રહ્યા છે.. આ અમારા માટે ખુશીની વાત છે.
એશિયાટિક સિંહોની કેટલીક ખાસિયત વિશે જણાવીએ તો આ નર સિંહ હોય કે માદા સિંહ પોતાના સ્વમાનથી જીવે છે અને દોસ્તી, ભાઈબંધી, રોમાન્સ, વફાદારી, કુટુંબ પરિવાર ની સુરક્ષા, માતૃત્વ, શિક્ષણ અને બહાદુરી જેવા ગુણો થી સાવજ બને છે. સાવજ ને જોવો એ એક લ્હાવો છે એટલે જ સિંહોના વિડિઓ ઉતારવા લોકોને ગમેં છે અને બહું જલ્દી વાયરલ થાય છે
એશિયાટિક સિંહ વિશ્વમાં માત્ર જૂનાગઢના ગીર જંગલો માં વસવાટ કરતા જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહોના કુદરતી રીતે મોતના આંકડા ચોંકાવનારા આવે છે દર મહિને 2 થી 4 સિંહોના મૃત્યુથી સિંહોની સંખ્યા ઘટવા લાગી છે.
એક અંદાજ મુજબ 2020 ની જ્યારે ગણતરી કરવામાં આવી ત્યાંરે ગીરના જંગલો ઉપરાંત આસપાસના વિસ્તારો સાહિતમાં અંદાજે 700 સિંહોની સંખ્યા થઈ ચૂકી છે. 30 હજાર કિમીમાં ફેલાયેલા આ જંગલના વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે.
આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસે આપણે સૌ એ સિંહ બચાવ અભિયાનમાં જોડાઈ આપણા ગર્વ ને બચાવવા પ્રયાસ કરવાની જરૂર છે, સિંહોના વાયરલ વિડિઓ અને સિંહોને કરવા આવતી કનડગત, ગેરકાયદેસર સિંહ દર્શન જેવા મુદ્દાઓ સિંહોના અસ્તિત્વ પર જોખમ છે આ રોકવાની અને આવા કામ કરનાર ને સખત સજા કરવામાં આવે તે જરૂરી છે.
આજે વિશ્વ જ્યારે સિંહોને બચાવવા અનેક કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવાની કોશિશ કરે છે ગીર સાસણ અને વન વિભાગ પણ આ માટે અનેક કાર્યક્રમો કરેછે પણ સવાલ એ છે કે એક જ દિવસ શા માટે…બાળકોને સિંહોની પ્રકૃતિ અને જીવન વિષે જંગલો માં જઇ માહિતગાર કરવાની જરૂર છે જેથી આવનારી પેઢી સિંહો સાથે લાગણીથી જોડાય અને ગર્વ મહેસુસ કરતા સિંહોના સંરક્ષણમાં મદદરૂપ થાય.