વરસાદ આવતા ખાસ કરીને દેડકાઓ રસ્તા અને ખેતરોમા પણ જોવા મળતા હોય છે.જેમા નાના અને મોટા દેડકાઓનો સમાવેશ થાય છે.તેમના અવાજ સૌ કોઇને આર્કષિત કરતા હોય છે.ચોમાસામા જોવા મળતો દેડકો જે ( indian bull frog) કહેવાય છે. શહેરાના લાભી ગામે રસ્તામા જોવા મળ્યો હતો. આ દેડકાની ખાસિયત એ છે કે તે ચોમાસામાં રંગ બદલે છે.

પંચમહાલ જિલ્લામાં વરસાદ શરુ થતા હવે જીવજંતુઓ સરીસૃપો પણ બહાર નીકળવા લાગે છે.ખાસ કરીને દેડકાઓ ચોમાસુ આવતા ડ્રાઉ ડ્રાઉના અવાજોથી વાતાવરણને જાણે મધુરમય સંગીત પીરસતા હોય છે.તેવો માહોલ સર્જાતો હોય છે.પંચમહાલ જિલ્લાનો પુર્વ પટ્ટીનો વિસ્તાર પાનમડેમના જંગલની પાસેજ આવેલો છે.

અહી વિવિધ પ્રકારના સરીસૃપો ચોમાસામા નીકળતા હોય છે.પંચમહાલના શહેરાતાલુકાના લાભી ગામે રસ્તા ઉપર એક પાણીના ખાબોચીયા પાસે એક લીલા કલરનો દેડકો ( Indian bull frog) જોવા મળ્યો હતો. જેના પાછલા પગ લાબા અને આગળના પગ ટુકા હોય છે. અને એક ફુટ જેટલુ હવામા કુદકો મારતો હોય છે. આ દેડકાનો અવાજ પણ મોટો હોય છે.અને ચોમાસામા તે પોતાનો રંગ બદલતો હોય છે.તેના કારણે તે ભારે આર્કષણ બની રહે છે.