પર્વતોમાં જીવન ટકાવવા જેવા વાતાવરણમાં સુધારો થતાં બે દાયકા કરતાં પણ વધુ સમય પછી બેજીંગ પાસે તેમના પરંપરાગત પર્વતીય રહેઠણોમાં લુપ્ત થઇ રહેલા દુર્લભ પ્રજાતીના ઉત્તરીય ચીની દીપડા દેખાયા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું. એ વિસ્તારના વાતાવરણ અને પર્યાવરણમાં સુધારો થતાં દીપડાની વસ્તીમાં વધારો થતો જાય છે એ સાબીત થયું હતું, એમ સરકારી સમાચાર સંસ્થાએ આજે કહ્યું હતું.
ચીની દીપડા તરીકે પણ જાણીતા આ દીપડા ચીનમાં પ્રથમ શ્રેણીનો વર્ગીકૃત પ્રાણી મનાય છે. એક સમયે આ દીપડાઓની મોટી વસ્તી બેજીંગ પ્રાંતના હેબેઇ, શાંકસી અને અન્ય ઉત્તર ચીનના અન્ય વિસ્તારોમાં મળતી હતી.જો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં જંગલોની કાપણી અને ગેરકાયદે શિકારના કારણે તેમની વસ્તીમાં ખુબ મોટો ઘટાડો થયો હતો.વર્ષ ૨૦૦૮ સુધીમાં આ દીપડાઓની વસ્તી 500 કરતાં પણ ઓછી થઇ ગઇ હતી અને તેમના રહેઠાણોમાં 80 ટકાનો ઘટાડો થયો હતો.
નવેમ્બર 2012થી દુર્લભ પ્રજાતીના દીપડા હેબેઇ પ્રાંતના પર્વતોમાં જોવા મળ્યા હતા. જો કે આ વિસ્તારમાં પર્યાવરણવાદીઓએ કરેલા પ્રયાસોના કારણે વસ્તીમાં વધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં 20મી ઓગસ્ટે ઉત્તરીય દીપડા હેબેઇ તુલીઆંગ નેશનલ નેચર રિઝર્વ કન્ઝર્વશનમાં દેખાયા હતા. 20 વર્ષ પહેંલા, આ મોટા બિલાડા બેજીંગ પાસેના પર્વતોમાં ખોવાઇ ગયા હતા.હવે તેઓ ફરીથી દેખાયા છે.આ એક સારા સમાચાર છે’એમ ચીનમાં વન્યજીવન સંરક્ષણ સમિતિના ચેરમેને કહ્યું હતું.