HomeWild Life Newsઅમરેલી : સિંહ અને નીલગાયના મોત મામલે ખેડુત પિતા પુત્રની ધરપકડ

અમરેલી : સિંહ અને નીલગાયના મોત મામલે ખેડુત પિતા પુત્રની ધરપકડ

અમરેલી ગીર જંગલના એક કૂવામાંથી એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો મળી આવવાના સમાચારે વન્યજીવ પ્રેમીઓમાં રોષની લાગણી સાથે ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

મળતી માહિતી મુજબ આશરે ત્રણેક દિવસ પહેલાં સિંહ અને નીલગાયને મારીને ઉંડી કુવામાં ફેંકી દેવાયેલાં હોય તેમ મૃતદેહની તપાસમાં બહાર આવ્યું છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લીખાળા ગામના કૂવામાંથી આ તમામ પ્રાણીના મૃતદેહ મળ્યાં હતાં. વનવિભાગનું માનવું છે કે વન્ય પ્રાણીને માર્યાં હોવાથી ગુનો છુપાવવા માટે ઊંડા કૂવામાં નાંખી દેવાયાં હોવાનું કારણ સામે આવ્યું હતું.

ઊંડા કૂવામાં મારીને નાંખી દેવાયેલાં એક સિંહ અને 10 નીલગાયોના મામલે વનવિભાગે કડક તપાસ અને યોગ્ય પગલાં લીધાં હતા અને આ મામલે વનવિભાગે ખેડૂત પિતાપુત્રની ધરપકડ કરી હતી.

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના લીખાળા ગામે એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. એક સાથે નીલગાય અને સિંહના મૃતદેહ કૂવામાંથી મળી આવતા, વન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે વન્ય પ્રાણીઓને મારીને ગુનો છૂપાવવા માટે કૂવામાં નાંખી દેવામાં આવ્યા હશે.

કૂવામાંથી નીલગાય અને સિંહનાં મૃતદેહો મળ્યાં છે તે અંદાજે ઘણો જ ઉંડો કૂવો છે. વન્ય પ્રાણીઓના મૃતદેહોને જોતા અને પ્રાથમીક તપાસમાં લાગતું હતું કે આ ઘટના અંદાજે ત્રણેક દિવસ પહેલાં ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

- Advertisment -