HomeWildlife Specialએશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માતથી બચાવવા ખાસ પદ્ધતિથી સુરક્ષા અપાશે

એશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માતથી બચાવવા ખાસ પદ્ધતિથી સુરક્ષા અપાશે

એશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માતથી બચાવવા ફાઇબર બ્રેક પદ્ધતિ અપનાવાશે

એશિયાટિક સિંહો(Asiatic Lion)ના એક માત્ર નિવાસસ્થાન એવા ગીર સાસણમાં એશિયાટીક સિંહો(Asiatic Lion)ની વધતી સંખ્યા અને જંગલની ગીચતા ઓછી થઇ હોય સિંહો જંગલની બહાર નીકળી આવે છે. અવાર નવાર રેલ ટ્રેક પાસે આરામ ફરમાવતા નજરે ચડે છે. પરંતુ આ એશિયાટીક સિંહો(Asiatic Lion)માટે જોખમી સાબિત થાય છે જોં કે ઘણી વાર પુરપાટ ઝડપે આવતી ટ્રેન અશિયાટીક સિંહો(Asiatic Lion)ને સાથે અથડાતા સિંહોના મોત થતા રહે છે.

WSON Ream

હાલમાં જ અમરેલીના સાવરકુંડલા નજીક 3 એશિયાટીક સિંહો(Asiatic Lion)ને ટ્રેનએ કચડી દીધા હતા. અને છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો 12 થી પણ વધુ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોત રેલ ટ્રેક અકસ્માતમાં થયા છે. જે એક ગંભીર ઘટના છે જો કે, હાલમાં જ રેલ વિભાગ અને વન વિભાગની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માતથી કેવી રીતે બચાવી શકાય તે મુદ્દે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બન્ને વિભાગો દ્વારા રેલ અકસ્માત માટે એક નવતર પ્રયોગ હાથ ધરવા અંગે સહમતી સધાઈ છે. જેનો આગામી સમયથી શરૂઆત થશે અને અશિયાટીક સિંહો(Asiatic Lion)ના બચી શકશે.

ફાઇબર બ્રેક ઓપ્ટિકલ મેથડ વિષે જાણીએ

WSON Team

ફાઇબર બ્રેક મેથડ વિશે માહિતી આપતા મુખ્ય વન સંરક્ષક અધિકારી ડૉ.ડી.ટી. વસાવડા જણાવ્યું હતું કે, વન વિભાગ રેલ ટ્રેક પર ફાઇબર બ્રેક પ્લેટ લગાડશે જે રેલ ટ્રેક નજીક આવતા વન્ય જીવોના હલન ચલનને આધારે કંપન્નના સંકેત રેલ ડ્રાઈવર સુધી પહોચાડશે જેથી રેલ ડ્રાઈવર ટ્રેનની ગતિ નિયંત્રિત કરી શકશે જેથી રેલ અકસ્માતને અટકાવી શકાશે.

ફાઇબર બ્રેક ઓપ્ટિકલ મેથડ રેલ ટ્રેક કાવી રીતે કામ કરશે

WSON Team

ફાઇબર બ્રેક મેથડમાં દરેક પ્રાણીઓના કંપનની સ્થતી અલગ અલગ દર્શાવશે જેથી રેલ ચાલકને ખબર પડે કે ક્યુ પ્રાણી રેલ ટ્રેક ઉપર છે કે નજીક છે. આ સ્થિતિ માં રેલ ચાલક સાવધાની વર્તી શકે અને વન્ય જીવો ખાસ કરીને અશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માત થી બચાવી શકાશે. જોકે હાલ આ શરૂઆતી પ્રયાસ છે.

ફાઇબર બ્રેક મેથડ ક્યાં શરૂ કરવામાં આવશે

WSON Team

હાલ અમરેલી જિલ્લાના રાજુલા પીપીવાવ વચ્ચે રેલની આવન જાવન સૌથી વધુ છે. અને અવાર નવાર અહીં અકસ્માત થવાની સંભાવના પણ વધુ છે. આથી શરૂઆતમાં અહીં આ પદ્ધતિ અમલ માં મૂકાશે.અહીં એશિયાટીક સિંહો(Asiatic Lion)ની સંખ્યા પણ વધુ છે. જેથી રેલ અકસ્માત મોટા ભાગના આજ રેલ ટ્રેક પર થયા હોવાનું ભુતકાળમાં સામે આવ્યું છે. ત્યારે હવે આ સંજોગોમાં રેલ અકસ્માત નિવારવા ફેનસિંગ કાંટાની વાડ કરવામાં આવી છે. છતાં અકસ્માત થાય છે જે ને રોકવા આ નવી પદ્ધતિ આગામી જૂન માસથી અમલમાં મૂકાશે. અને આ યોજના શો સફળ રહે તો અશિયાટીક સિંહો(Asiatic Lion)માટે વરદાનરૂપ બની રહેશે.

- Advertisment -