અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહો(Asiatic Lion)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં એશિયાટીક સિંહણે(Asiatic Lioness)એકી સાથે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. અમરેલી ખાંભા રેન્જના ભાવરડી અને રાણીગ પરા વચ્ચે પથ્થરમાળા ડુંગરના જંગલમાં આ બચ્ચાઓનો જન્મ થયો છે. આ બાબતની જાણ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ એશિયાટીક સિંહણે(Asiatic Lioness) એકી સાથે પાંચ સિંહ બાળકોને જન્મ આપ્યો છે.એક સાથે પાંચ બચ્ચાને એશિયાટીક સિંહણ જવલ્લે જ જન્મ આપે છે. જયારે ખાંભા રેન્જમાં એક સાથે પાંચ એશિયાટીક સિંહ બાળનો જન્મ થવાથી એશિયાટીક સિંહ પ્રેમીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે એશિયાટીક સિંહણ(Asiatic Lioness)બે ત્રણ કે ચાર સિંહ બાળને જન્મ આપે છે.
વન વિભાગ દ્વારા હાલ એશિયાટીક સિંહણ(Asiatic Lioness)ની દેખરેખ કરવામાં આવી રાહી છે. તો આ અગાઉ પાંચ સિંહ બાળોનો જન્મ ક્રાકચમાં થયો હતો. અમરેલી જિલ્લામાં જ બે માસમાં 10 થી વધુ એશિયાટીક સિંહ બાળનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગની એશિયાટીક સિંહ(Asiatic Lion)સંરક્ષણ કરવાની કામગીરી રંગ લાવી રહી છે. સિંહો(Asiatic Lion)ની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગત્ત એશિયાટીક સિંહ ગણતરીમાં 511 સિંહો(Asiatic Lion) નોંધવામાં આવ્યા હતો જયારે આ સંખ્યા હાલ 600 પાર થઈ છે..