વનવિભાગ દ્વારા તાજેતરમાં અભ્યારણ્યો રતનમહાલ અને જાંબુધોડામાં યોજાયેલી વન્યજીવો ની વસ્તી ગણતરીમાં 7 વન્ય પ્રાણીઓ ની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દીપડા, રીંછ, ઝરખ, જંગલી-બિલાડા, ભૂંડ, શિયાળ, જંગલી-બિલાડી સહિત ના 7 પ્રાણીઓ ગત વસ્તી-ગણતરીમાં 982 નોંધાયા હતા.

આ વર્ષ વાઇલ્ડ-લાઇફ ડિવિઝન દ્વારા યોજાયેલી ગણતરીમાં 2839 નોંધાયા છે. આ વસ્તી-ગણતરીમાં નોંધપાત્ર બાબત એ છે કે જંગલ ના સફાઇ-કામદાર તરીકે જેમની ગણના થાય છે તેવા ઝરખ ની સંખ્યામાં 46નો વધારો થયો છે. આ અચાનક બે વર્ષમાં આટલા બધા ઝરખ ની સંખ્યા વધી જતાં વન્ય-પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા જતા એનજીઓ ના કાર્યકરો પણ આશ્ચર્યમા મૂકાયા હતા.

છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના ને લીધે દરમિયાન માનવો ની અવરજવર ઓછી થઇ ગઇ હતી તેવા સંજોગોમાં વન્ય-જીવોની સંખ્યા વધી છે, તેવો તર્ક વન-વિભાગ દ્વારા અપાયો છે. આ બંને વિશાળ અભ્યારણ્યમા ગણતરી 68 વોચમેન અને 34 અન્ય સ્ટાફે મળીને કરી હતી. માત્ર ઝરખ જ નહીં શિયાળ, જંગલી બીલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા અને નીલગાય જેવા પ્રાણીઓ ની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું આ વસ્તી-ગણતરીના ડેટામાં બહાર આવ્યું