કોરોનાના કારણે સિંહોના મોતના સમાચાર આવ્યા હતા, જાન્યુઆરી બાદ પેંચ ટાઈગર રિઝર્વ, સિવનીમાં ત્રણ વાઘોના મોતના કારણોના બારામાં ફોરેન્સીક વિજ્ઞાન પ્રયોગ શાળા હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી હવે વન વિભાગના અધિકારીઓએ પેંચ ટાઈગર રિઝર્વના વાઘોનો કોરોના ટેસ્ટ કરાવવા માટે રકત ઓરોફરીન્જિયલ સ્વાબના નમૂના લેવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે એ દાવો પણ કરાઈ રહ્યો છે કે ભારતમાં પેહલીવાર વાઘોનું કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પેંચ ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડાયરેકટર વી.એસ.પરિહાર જણાવે કે ગત 20 દીવસોથી વન વિભાગના 6 અધિકારી, બે હાથીઓ પર સવાર થઈને રિઝર્વમાં વાઘોને શોધીને તેના નમૂના લેવાના પ્રયાસ કરી રહ્યા છે અલબત, હજુ સુધી તેમને કોઈ વાઘ નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે રિઝર્વમાં છેલ્લીવાર ગણતરી વખતે 53 વાઘો હતા.