HomeWild Life NewsStatue of Unity: સફારીપાર્ક ખાતે ”છોટા ભીમ ” અને ” કાલી ”...

Statue of Unity: સફારીપાર્ક ખાતે ”છોટા ભીમ ” અને ” કાલી ” બન્યા નવા મહેમાન

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણોને કારણે કેવડિયા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે અહીં આવનારા લોકો જંગલ સફારીની મુલાકાત લેવાનું જરાય ચૂકતા નથી. કુદરતના સાનિધ્યમાં નવા નવા જંગલી પ્રાણીઓને જોઈ લોકોનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. પ્રવાસીઓનો આ ઉત્સાહ જળવાઈ રહે તે માટે જંગલ સફારીમાં કેટલાક સમય પહેલા જ બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસ લાવવામાં આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા ડેમની નજીકમાં જનગણ સફારી પાર્ક બનાવવામાં આવ્યું. જંગલ સફારી બન્યાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યુ છે. 375 એકરમાં બનેલ જંગલ સફારી પાર્કમાં 1500 અલગ અલગ જાનવરો લાવવામાં આવ્યા હતા જેમાં હવે નવા બે જાનવરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આસામથી બ્લેક પેન્થર લાવવામાં આવ્યો છે.

જોકે ગુજરાતના કોઈ પણ ઝૂ માં બ્લેક પેન્થર ન હોવાના કારણે અહીં આવનાર પ્રવાસીઓ આ જાનવરને જોઈ ને ખુબ ખુશ થઈ રહ્યા છે અહીં જે બ્લેક પેન્થર છે તેનું નામ ” કાલી ” રાખવામાં આવ્યું છે. તેઓ મુખ્યત્વે આફ્રિકા, એશિયા, મધ્ય પૂર્વ ભારત, પાકિસ્તાન, ચીન, સાઈબિરીયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. કાળા દીપડાનું શરીર આખું કાળી રુવાંટીથી ઢંકાયેલું હોય છે. તેની રુવાંટી એટલી કાળી હોય છે કે આછા અંધકારમાં તેની ચમકતી આંખ સિવાય કંઈ જોઈ શકાય નહીં. તેના શરીર પરના કાળા આવરણને મેલાનિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. જે જાનવર ને ડિસ્કવરી ચેનલ અને ગૂગલમાં જોયું હતું તે હવે પ્રવાસીઓને લાઈવ જોવા મળી રહ્યું છે જેથી ખુબ ખુશ થયા છે.

બ્લેક પેન્થરને સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં માત્ર 4 દિવસ થયા હોય ત્યારે બીજું પણ એક જાનવર લાવવામાં આવ્યું છે જે છે હિપ્પોપોટેમસ જેને જૂનાગઢ સક્કર બાગ માંથી લાવવામાં આવ્યો છે જોકે હિપ્પોપોટેમસ હાલ નાનો છે જેથી તે પાણીમાં જ બેસી રહે છે. આમ તો હિપ્પોપોટેમસ વિશ્વનું ત્રીજા નમ્બરનું મહાકાય પ્રાણી છે તે ગરમીથી બચવા માટે પાણી માંજ બેસી રહે છે હિપોપોટેમસનું નામ ”છોટા ભીમ ” રાખવામાં આવ્યું છે.

- Advertisment -