ગુજરાત રાજ્યમાં નવી ટુરીઝમ પોલીસીની આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેરત કરતા કહ્યું હતુકે, ગુજરાતમાં ટુરીઝમ ને વેગ મળે રાજ્યની GDP માં વધારો થાય એ હેતુ થી રાજ્યમાં નવી ટુરીઝમ પોલીસી અમલમાં મુકવામાં આવશે. આજે 5 વર્ષ માટે નવી પોલિસી જાહેર કરી છે.
2021થી 2025ની પ્રવાસન નીતિની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસનને વેગ મળે અને યુવાધનને રોજગાર વધારવા માટે આ પોલીસીમાં ખાસ જોર મુકવામાં આવશે. ગુજરાતમાં ટૂરિઝમ વિભાગનો વિકાસ થાય તો પ્રવાસીઓ આવશે અને જીડીપીમાં વધારો થશે.
નોધનીય છે કે, ગીરનાર રોપવે, હેરિટેજ, સી-પ્લેનને પ્રોત્સાહન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂરિઝમ પોલીસી બનાવાશે. 31 માર્ચ 2025 સુધી નવી નીતિ અમલી રહેશે. ઓછામાં ઓછા 1 કરોડનાં રોકાણ પર 20 ટકા સબસીડી મળવા પત્ર છે. ટૂરિસ્ટ પ્લેસ પર નવી હોટેલ,રિસોર્ટ બનાવાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રોકાણની સુરક્ષા માટે ટુરિઝમ પોલિસી જરૂરી છે. ટુરિઝમ સ્ટેટ તરીકે ગુજરાત વિકસે એવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. ટુરિઝમથી આવક થશે એવું સરકાર સ્પષ્ટપણે માને છે. નવી નીતિમાં હોટેલ માટે 1 કરોડ રોકાણ અને 20 ટકા ઇન્સેટિવ મળવા પાત્ર છે. આ પ્રવાસન નીતિમાં મહત્તમ રોકાણની મર્યાદા રાખી નથી.
પ્રવાસન નીતી ખાસિયતો:
1500 લોકો બેસી શકે તેટલો જ હોલ હોય
2500 લોકો બેસી શકે તેવા કન્વેશન સેન્ટર બનાવાશે
રિસોર્ટ બને તેને પણ 15 ટકા સબસીડી મળશે
વર્લ્ડ કલાસ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે
લઘુતમ 50 કરોડ અને મહત્તમ 500 કરોડનું બનશે
15 ટકા સબસીડી આપીશું
500 કરોડથી વધુના રોકાણ પર જમીન લીઝથી આપીશું
સરકારે ખાસ ટુરિઝમ સ્પોટ નક્કી કર્યા
વિદેશી પ્રવાસીઓને હોટેલમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે
ગરવી ગુર્જરીમાંથી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે
ઇલેક્ટ્રોનિક વાહનો ફરે તે માટે પ્રોત્સાહિત કરાશે
ગુજરાત રાજ્યમાં કેવડિયાની માફક વર્લ્ડ કલાસ ટુરીઝમ ને પ્રોતસાહન આપવા માટે આ નવી ટુરીઝમ પોલીસી વિકસાવવામાં આવી છે. જેમાં સાસણ, બાલાસિનોર, બોર્ડર ટુરિઝમ, સી પ્લેન, હેરિટેજ સ્થળો ને વિકસવાશે. દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ મળ્યો છે. તેનો વિકાસ કરાશે. જાન્યુઆરી 2021થી નવી પોલિસી અમલમાં આવશે. 31 માર્ચ 2025 સુધી અમલમાં રહેશે. નવા રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક માટે 50 કરોડનું રોકાણ ની કેપ હતી. એ કેપ હટાવી દેવાઈ છે. નવી નીતિમાં હોટેલ માટે 1 કરોડ રોકાણ અને 20 ટકા ઇનસેન્ટિવ મળશે. મહત્તમ રોકાણ ની મર્યાદા રાખી નથી.