મગર( Crocodile ) માટેની સભાનતા હજુ પણ લોકોમાં નહીવત છે.
માનવ વસતી અને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે તાલમેલથી રહેતા હોય એવું ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. ગુજરાત રાજયના વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીએ મગરો( Crocodile )નું વસવાટ સ્થળ છે. અને આ નદિ મગરોનું ઘર પણ કહેવાય છે.
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો( Crocodile ) વડોદરા શહેરને ભેટમાં મળેલો વારસા સાથે એક અલગ ઓળખ બની છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે મગરો( Crocodile ) વિકટ પરિસ્થિતિમાં મૂકાય ગયા છે. કુદરતી વાતાવરણ વચ્ચે શહેરી જીવન સાથે તાલમેલથી વસવાટ કરતા મગરો માટે મુશ્કેલી વધી છે. વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે વહેતી વિશ્વામિત્રી નદીના તટ પર આરામ કરી રહેલા મહાકાય મગર( Crocodile )ને કોઈ માણસ દ્વારા છેડતા પર્યાવરણ પ્રેમીઓ નારાજગી જોવા મળી હતી.

સામાન્ય રીતે નિયમ પ્રમાણે નદીની 30થી 40 કિમીના વિસ્તારની આસપાસ કોઈપણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ. તેમ છતાં આજે વિશ્વામિત્રી નદીના કાંઠે બાંધકામો થઈ ગયા છે. કુદરતે બનાવેલી સિસ્ટમમાં માનવીને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીમાં વસવાટ કરતા અંદાજે 300થી વધારે મગર( Crocodile ) ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટાપ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. જો આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહી તો આપણે ભવિષ્યમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અત્યારે માર્ચથી જુન મહિનાનો સમય તે મગરો( Crocodile )ના ઈંડા મુકવાનો સમય હોય છે. અને આ સમયે મગરો વધુ આક્રમક અંદાજમાં જોવા મળે છે. જેથી આ સમય દરમિયાન મગરો( Crocodile ) પાસે જવું જોખમ ભરેલું રહેલું છે.

સમાન્ય રીતે શિયાળો પૂર્ણ થતા મગરનો( Crocodile ) પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર( Crocodile ) પોતાના માળા, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. આ સમય દરમિયાન મગરો( Crocodile ) પોતાની આસપાસ કોઈ પણ પ્રકારની ખલેલને સહન નથી કરતા અને પોતાના વિસ્તાર અને માળા તેમજ ઈંડાને બચાવવા માટે આક્રમક અંદાજમાં તૈયાર રહે છે.
પ્રાણી શાસ્ત્રની પરીભાષામાં મગર( Crocodile )એ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું પરંતુ પૃથ્વિની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ના બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું પ્રાણી મગર( Crocodile ) આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે.
http://wildstreakofnature.com/gu/crocodile-a-living-creature-with-awe-inspiring-animal-with-nature-from-the-dinosaur-era/
