ગિરનાર અભ્યારણ્યમાં કેસૂડાનાં ઝાડ પર ચઢેલા એશિયાટીક સિંહની ફોરેસ્ટ ગાર્ડ દિપક વાઢેરે કેમેરામાં કેદ કરેલી તસવીર સોશિયલ મીડિયામાં દેશભરમાં વાયરલ થઇ હતી. આ તસ્વિરને દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ આ તસવીર તેમના ટ્વીટર પર શેર કરી હતી અને લખ્યુ કે, મેજેસ્ટિક લાયન, લવલી પિક્ચર’.
મળતી માહિતી મુજબ દિપક વાઢેરની આ તસવીર સૌ પ્રથમ નાયબ વન સંરક્ષક ડો. સુનિલ કુમાર બેરવાલે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ત્યાર પછી તે વાયરલ બની ગઇ હતી. દિપક વાઢેર જુનાગઢ ડિવિઝન હેઠળ આવતા ગિરનાર અભ્યારણ્યમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ફોટોગ્રાફીએ તેમનો શોખ છે. તેઓ સતત ફોરેસ્ટમાં પેટ્રોલિંગ કરતા રહે છે અને ફોરેસ્ટમાં દેખાતી દૂર્લભ બાબતોને કેમેરામાં કેદ કરતાં રહે છે.
દિપક વાઢેરના જણાવ્યા મુજબ કે મારા જીવનની આ એક દુર્લભ ઘટના કહેવાય જ્યારે મેં કેસૂડાનાં ઝાડ પર સિંહને ચઢતો જોયો અને હું તે ઘટનાનાં મારા મોબાઇલ કેમેરામાં કેદ કરી શક્યો. આ ઘટના તા. 3 માર્ચ રોજ સાંજની છે. હું મારા રૂટિન પ્રમાણે ફોરેસ્ટમાં પેટ્રોલિંગ કરતો હતો ત્યાં કેસૂડાનાં ઝાડ પર સિંહનો ચઢતા જોયો અને હું થંભી ગયો,” મહત્વની વાત એ છે કે, દિપક વાઢેરે ગયા વર્ષે પણ આ જ કેસૂડાનાં ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરતા સિંહોનો જોયા હતા અને તેના ફોટો પણ પાડ્યા હતા.
નાયબ વન સંરક્ષક ડો. સુનિલ કુમાર બેરવાલે જણાવ્યું કે, “ફોરેસ્ટ ગાર્ડ દિપક વાઢેર એક કાર્યદક્ષ કર્મચારી છે અને જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન હંમેશા તેનો કેમરો સાથે જ રાખે છે. તસવીર લેતા સમયે તેમની ફ્રેમની પસંદગી ખરેખર સારી છે”. “દિપક વાઢેરની જંગલને જોવાની દ્રષ્ટિ અનોખી છે. તેના ફોટોનાં ઘણા બધા લોકોએ પસંદ કર્યો તે જાણી મને આનંદ થાય છે,”