HomeWild Life Newsબે દીપડા વચ્ચેની ઇનફાઇટ મા નર દીપડાનું મોત, વનવિભાગે હાથ ધરી તપાસ

બે દીપડા વચ્ચેની ઇનફાઇટ મા નર દીપડાનું મોત, વનવિભાગે હાથ ધરી તપાસ

મહુડાના ઝાડ ઉપરથી દીપડો પટકાતા મોત વન વિભાગ દ્વારા ઝાડ ઉપર ઈનફાઇટમાં દીપડો પટકાતા મોત વન વિભાગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.

છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે માલુ બીટ ના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં હટીયાભાઈ ખાપરભાઈ રાઠવા ના એફ.આર.એ ના ખેતર મા આવેલ  મહુડા ના ઝાડ ઉપરથી ઈનફાઈટ મા નીચે  પડી  જતા 1 નર દીપડાનુ  મૃત્યુ થયેલ છે. મરનાર દીપડાની ઉંમર અંદાજે ઉંમર 4.6 ( સાડા ચાર વર્ષ) ની હોવાનું વન વિભાગના આર. એફ. ઓ. નું અનુમાન છે તેઓ એ સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..જ્યારે બે દીપડા વચ્ચેની ઇનફાઇટ મા દીપડાનુ મોત થતા પોષ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે.

- Advertisment -