દુનિયાનો સૌથી ઝડપી દોડનાર પ્રાણી 70 વર્ષ પછી ભારતની જમીન પર ફરીથી એક વખત પાછું ફરી રહ્યું છે.
અસલમાં 20 જુલાઈના રોજ ભારત સરકાર અને નામિબીયા વચ્ચે થયેલા કરાર હેઠળ હવે આફ્રિકા ભારતને ચિત્તો આપશે. આ ચીત્તાને મધ્ય પ્રદેશના શ્યોનપુરમાં આવેલા કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. શ્યોનપુરના કૂનો નેશનલ પાર્કમાં વસવાટ કરવા આવી રહેલા ચિત્તાનું સોમવારે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે ટીમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, વન્યજીવ સંરક્ષણના ઈતિહાસમાં આ એક મહત્ત્વની ઘટના છે. એમપી તૈયાર છે અને આ ચિત્તાના આવવાની રાહ જોઈ રહ્યું છે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર 15 ઓગષ્ટના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આવનારા ચિત્તાનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેનું મેડિકલ થઈ રહેલું જોવા મળે છે.

ચિત્તાના ફોટા વિંડહોક, નામિબીયાના ભારતીય ઉચ્ચાયુક્તે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરતા લખ્યું હતું કે- સ્વતંત્રતા દિવસ પર ખાસ-મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં આવનારા ચિત્તાનું આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સ દ્વારા પહેલી વખત સ્વસ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, આ મેડિકલ ચેકઅપ પ્રસિદ્ધ વિશેયજ્ઞ ડૉ. લોરી માર્કરના નેતૃત્વમાં થયું હતું. અમે નામિબીયાના પર્યાવરણ અને પર્યટન મંત્રાલયનો ધન્યવાદ માનીએ છીએ.

જણાવી દઈએ કે, શ્યોપુર જિલ્લાના જંગલોમાં ગુજરાતના સિંહના પુનર્વાસ માટે બે દશક પહેલા કૂનો નેશનલ પાર્ક વિકસિત કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં ઘણા લાંબા સમય પછી પણ એશિયાટીક લાયન આવી શક્યો નથી. જેના પછી આફ્રિકાના ચિત્તાઓની શિફ્ટિંગનો પ્રોજેક્ટ બનાવામાં આવ્યો હતો.