HomeWild Life Newsવિદેશી પક્ષી ફોરેસ્ટ વેગટેઈલ ગુજરાતનું મહેમાન બન્યું

વિદેશી પક્ષી ફોરેસ્ટ વેગટેઈલ ગુજરાતનું મહેમાન બન્યું

ગુજરાતના ઘણા સ્થળો અને સરોવર વિદેશી પક્ષી માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતનું જામનગર હોય કે નળસરોવર ખાતે વિદેશી પક્ષીઓ ગુજરાતના બનતા રહ્યા છે. ત્યારે જામનગર ખાતે ફોરેસ્ટ વેગટેઈલ જામનગરનું મહેમાન બન્યું છે. જેને લઈને પક્ષી વિદ્દોમાં ઘણી ખુશી જોવા મળી રહી છે.

ખાસ કરીને છ પ્રકારની અને વેગટેઈલમાં આ ફોરેસ્ટ વેગટેઈલ કંઈક અલગ જ જોવા મળે છે. તેની લંબાઈ 18 સેમીની જેટલી હોય છે. વેગટેઈલના શરીર પર જંગલ પ્રિન્ટ ધરાવતુ આ પક્ષી મુખ્યત્વે એકલુ કે નાના જૂથમાં અને ઝાડની ડાળીઓ અને વૃક્ષ નીચેના ઝાડી ઝાંખરામાં જોવા મળતુ હોય છે.

વન વગડાનું આ નાનુ પક્ષી દિન પ્રતિદિન શહેરી સીમ વિસ્તારોમાંથી દિવસે ને દિવસે લુપ્તાની કગાર પર આવી પહોચ્યું છે. વૃક્ષ પર માળો બનાવીને રહેતુ અને ખૂબ શરમાળ અને અલભ્ય ગણાતુ આ પક્ષીને નિહાળવુ પણ લહાવો ગણાય છે. ખાસ કરીને પૂર્વ એશીયા, કોરીયા ચીન અને સાઈબીરીયાના વિસ્તારો તેના સંવર્ધન વિસ્તારો છે શિયાળામાં તે એશીયાના કેટલાક ગરમીવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે ત્યારે જામનગરમાં ફોરેસ્ટ વેગટેઈલ જોવા મળતા પક્ષી પ્રેમીઓ અને પક્ષી વિદ્દોમાં  આનંદની લાગણી પ્રસરી છે.

- Advertisment -