HomeWildlife Specialબિહારના આ જિલ્લામાં દેખાઈ ચાર આંખોવાળી 'સકર માઉથ કૈટફિશ'

બિહારના આ જિલ્લામાં દેખાઈ ચાર આંખોવાળી ‘સકર માઉથ કૈટફિશ’

આ માછલી મુખ્યત્વે અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે. 

બિહારના ગોપાલગંજની ગંડક નદીમાં એક વિચિત્ર માછલી મળી આવી છે. આ માછલીને ચાર આંખો અને વિમાન જેવી પાંખો છે. આ માછલીનું નામ ‘સકર માઉથ કૈટફિશ’ છે. આ માછલી મુખ્યત્વે અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે. ગંડક નદીમાં ફરી માછલીઓ મળી આવતા વૈજ્ઞાનિકોએ ભય વ્યક્ત કર્યો છે. આ માછલી માંસાહારી છે. તે નાના જળચર જીવોને ખાઈને નદીની પર્યાવરણીય વ્યવસ્થાને બગાડે છે. સદર ખંડના કટઘરવા પંચાયતના ભૂતપૂર્વ વડા રાજેશ સાહનીએ જણાવ્યું હતું કે 4 મહિના પહેલા પણ ગંડક નદીમાં સકર માઉથ કૈટફિશ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ અમેરિકામાં જોવા મળતી દુર્લભ પ્રજાતિ સકર માઉથ કૈટફિશ ફરી એકવાર ગોપાલગંજની ગંડક નદીમાં મળી આવી છે. આ માછલી પહેલા પણ ગોપાલગંજમાં મળી ચુકી છે. આ માછલી ફરી મળવાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. માછીમારોએ આ માછલીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અજીબોગરીબ માછલી મળવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા.

એવું કહેવામાં આવ્યું હતું કે સિધવલિયા ખંડના બ્લોકના ડુમરિયા ગામમાં ગંડક નદીમાં માછીમારોએ જાળ નાંખી હતી. જ્યારે નદીમાંથી જાળ બહાર કાઢવામાં આવી ત્યારે તેમાંથી મોટી સંખ્યામાં માછલીઓ મળી આવી હતી. જેમાં ‘સકર માઉથ કૈટફિશ’ નામની માછલી મળી આવી હતી. આ દુર્લભ માછલી લોકો માટે કુતૂહલનો વિષય બની છે.

ફિશ ડેવલપમેન્ટ ઓફિસર રોહિત શર્માનું કહેવું છે કે આ માછલી ઇકોસિસ્ટમને નષ્ટ કરી શકે છે. હવે સવાલ એ છે કે હજારો કિલોમીટર દૂર અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી માછલી બિહાર કેવી રીતે પહોંચી?

- Advertisment -