Home Wild Life News વડોદરા: કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં વયોવૃધ્ધ એશિયાટિક સિંહ ‘કુંવર’નું મૃત્યુ

વડોદરા: કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં વયોવૃધ્ધ એશિયાટિક સિંહ ‘કુંવર’નું મૃત્યુ

0
વડોદરા: કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં વયોવૃધ્ધ એશિયાટિક સિંહ ‘કુંવર’નું મૃત્યુ
Social Media

વડોદરા શહેરના કમાટીબાગમાં આવેલ પ્રાણીસંગ્રહાયમાં રાખવામાં આવેલા કુંવર નામના 15 વર્ષિય વયોવૃદ્ઘ સિંહનું મોડી સાંજે મોત થતાં ઝૂ ઓથોરિટી દ્વારા તેની અંતિમક્રિયા કરવામાં આવી છે.

‘કુંવર’ નામના આ સિંહની ઉંમર આશરે 15.5 વર્ષની હતી. છેલ્લા બે દિવસથી તેનામાં થોડી નબળાઇ જેવું જણાતું હતું. એટલે સ્ટાફને અણસાર તો આવી ગયો હતો કે ‘કુંવર’ બહુ લાંબું આયુષ્ય ભોગવી નહીં શકે. પિંજરામાં જ ‘કુંવર’ એ અંતિમ શ્વાસ લીધા હતા.

નિયમ મુજબ તેનું વેટરિનરી ડોક્ટરે પોસ્ટમોર્ટમ કર્યા બાદ ઝૂ ખાતે જ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે ઝૂમાં એક માત્ર ‘સમૃધ્ધિ’ નામી સિંહણ છે. ઝૂમાં કોઇ નર સિંહ નથી. ઝૂ સત્તાધીશોને ‘સમૃધ્ધિ’ માટે હમઉમ્ર નર સિંહ લાવવો પડશે. સમૃધ્ધિની ઉંમર અઢી વર્ષની છે. જે જૂનાગઢથી લવાઇ હતી. તેની સાથે ‘સમ્રાટ’ નામનો સિંહ લવાયો હતો, જેનું બે મહિના અગાઉ કિડનીની તકલીફને લીધે મૃત્યુ થયું હતું. ગત્ત નવેમ્બરમા ઝુમાં એક સિંહણને પાંજરામા રમતા રમતા લાકડુ વાગી જતા તે ઘાયલ થઇ હતી અને તેનું મૃત્યું થયું હતું.

આમ છેલ્લા એક વર્ષમા ઝૂમાંથી એક સિંહણ અને બે સિંહે વિદાય લીધી છે. સિંહનું આયુષ્ય સરેરાશ 15 વર્ષની આસપાસ હોય છે એટલે કે તેનું મોત વયોવૃદ્ઘ થવાને કારણે થયું છે. તેની અંતિમવિધિ પ્રોટોકોલ પ્રમાણે કરી દેવામાં આવી છે. કુંવર નામના સિંહને ગુમાવતા અમને શોકની લાગણી અનુભવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here