છેલ્લા એક પખવાડિયામાં હાથીએ 15 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હાથીઓના હુમલાના તાજેતરના કેસોની તપાસ માટે રાજ્યના વન વિભાગ દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિએ તેના અહેવાલમાં આ માહિતી આપી છે.
ઝારખંડની રાજધાની રાંચી સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં છેલ્લા એક પખવાડિયામાં હાથીએ 15 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હાથીઓના હુમલાના તાજેતરના કેસોની તપાસ માટે રાજ્યના વન વિભાગ દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિએ તેના અહેવાલમાં આ માહિતી આપી છે.રાંચીના વન સંરક્ષક પી રાજેન્દ્ર નાયડુની અધ્યક્ષતાવાળી સમિતિએ હાથીને શાંત કરવાની ભલામણ કરી છે.
તો બીજી તરફ નાયડુએ કહ્યું કે હાથીએ અત્યાર સુધીમાં રાંચી સહિત પાંચ જિલ્લામાં 15 લોકોને મારી નાખ્યા છે અને અન્ય ચારને ઘાયલ કર્યા છે ,તે જોતાં તેને બેભાન કરીને પકડવાના આદેશ આપવામાં આવ્યા છે.
હાથીએ 24 કલાકમાં 5 લોકો પર હુમલો કર્યો
છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હાથીઓના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિ સહિત ચાર લોકોના મોત થયા છે. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, સોમવારે હાથીના હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે રવિવારે એક મહિલાનું મોત થયું હતું. ફોરેસ્ટ ગાર્ડ કિશોર કુમારે જણાવ્યું કે,જંગલી હાથીઓનો આતંક ઘણો વધી ગયો છે. વનકર્મીઓએ લોકોને હાથીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
લોહરદગાના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર આ ત્રણ વ્યક્તિઓ, જેમની ઓળખ લાલમન મહતો (60), નેહા કુમારી (18) અને ઝાલો ઓરાઓન (27) તરીકે થઈ હતી, સોમવારે હાથીના હુમલામાં મૃત્યુ પામ્યા હતા. કુમારે જણાવ્યું કે, તેના ટોળાને છોડ્યા પછી, હાથી જિલ્લાના ગામમાં ઘૂસી ગયો અને સવારે નિયમિત કામ માટે બહાર ગયેલા લોકો પર હુમલો કર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. ત્યારે હાલ વનવિભાગ બેકાબુ બનેલા હાથીને પકડવા જહેમત કરી રહ્યા છે.