બહુ ભાગ્યે જ જોવા મળતાં અને પ્રેમ બેલડી તરીકે જાણીતા સારસ પક્ષીએ ગુજરાત ગમવા લાગ્યું છે કારણ કે વસતી ગણતરીમાં તેમની સંખ્યા વધી હોવાનું જણાયું છે.
બહુ ભાગ્યે જ જોવા મળતાં સારસ પક્ષીને ગુજરાત ગમવા લાગ્યું છે. સારસ પક્ષીઓ હવે વધારેમાં વધારે ગુજરાતને રહેઠાણ બનાવી રહ્યાં છે જે સારી વાત છે.

ડિસેમ્બર 2022માં કરવામાં આવેલ સારસ પક્ષીની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં સારસની વસ્તીમાં 15-20%નો વધારો થયો છે. ગુજરાતમાં 2021-22માં 992 સારસ પક્ષી હતા જે વધીને 1,150 થયા છે આ રીતે તેમની સંખ્યામાં 150થી વધુનો વધારો જોવા મળ્યો છે. સારસી પક્ષીને ગુજરાતનું હવામાન માફક આવી ગયું હોવાનું લાગી રહ્યું છે. વરિષ્ઠ વન અધિકારીઓએ જણાવ્યું હતું કે 2015-16માં આ સંખ્યા માત્ર 500 હતી અને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં આ સંખ્યા 1,150 પર પહોંચી ગઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સારસ (બગલો) પક્ષી સામાન્ય રીતે વેટલેન્ડ્સમાં અને તેની આસપાસ રહે છે, પરંતુ તે કાં તો અતિક્રમણ થઈ રહ્યા છે અથવા ઝડપથી અદૃશ્ય થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કુદરતી નિવાસસ્થાનોમાં ઘટાડો થયો હોવા છતાં, સારસ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે, અને તે પક્ષી પ્રેમીઓ અને વિભાગ માટે એક પ્રોત્સાહજનક બાબત છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળ્યાં સારસ

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યત્વે અમદાવાદ, ખેડા અને આણંદમાં આ પક્ષીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં જ્યાં મોટાભાગે ધોળકા, બાવળા, ધંધુકા, વિરમગામ અને દેત્રોજ સહિતના મુખ્ય વિસ્તારોમાં પક્ષીઓ જોવા મળે છે ત્યાં લગભગ 80% સારસ પક્ષી જોવામાં આવ્યા. જ્યારે અન્ય સંખ્યા બાકીના વડોદરા, દાહોદ, નવસારી, સુરત, કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં જોવા મળ્યા હતા.
સારસના ઈંડાં બચાવવા હાથ ધરાયું મોટું અભિયાન

અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રદેશોમાં પક્ષી પ્રેમીઓ દ્વારા એક મોટું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમણે સારસ પક્ષી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેમના સ્વયંસેવકોની નિમણૂક કરી છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે જો સારસ પક્ષીના ઈંડાં મળી આવે તો તેમને કૂતરા, જંગલી ડુક્કર અને અન્ય જંગલી પ્રાણીઓથી બચાવવા યોગ્યપણે ધ્યાન આપવામાં આવે. ગયા વર્ષે, સાણંદના ગણસર ગામના રહેવાસીઓએ સારુના ઈંડાને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કમનસીબે, તે ઇંડામાંથી બહાર નીકળી શક્યા ન હતા અને અંતે કૂતરા અથવા જંગલી ભૂંડે તેમને નુકસાન પંહોચાડતા ઇંડાને બચાવી શક્યા નહી.
IUCNના રેડ લિસ્ટમાં સામેલ છે સારસ

આ પક્ષીને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (International Union for Conservation of Nature) ના રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.