HomeWild Life Newsગાંધીનગર: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટીક સિંહ બેલડીનું આગમન

ગાંધીનગર: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટીક સિંહ બેલડીનું આગમન

ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં જુનાગઢ શક્કરબાગ ઝુમાંથી સિંહની જોડી ગાંધીનગર લાવી દેવામાં આવી છે. હાલ આ બંને સિંહ અને સિંહણને પ્રકૃતિ ઉદ્યાનમાં જ અલાયદા રાખવામાં આવ્યા છે. જેથી કરીને આ સિંહ જોડી અહીંના વાતાવરણથી ટેવાય.આ ઉપરાંત ઝુ ઓથોરીટીના નિયમ પ્રમાણે ૨૧ દિવસ બાદ મુલાકાતીઓ એશિયાટીક સિંહ સિંહણના જોઈ શકશે.

છેલ્લા ગણતરી પ્રમાણે ગીર અભ્યારણમાં સિંહોની સંખ્યા વધી રહી છે. એટલં જ નહીં અભ્યારણની બહાર પણ ઘણા બધા સિંહ આવેલાં છે. તેવી સ્થિતિમાં છેલ્લા દોઢ મહિનાથી ગીરની દલખાણીયા રેન્જ સહિત અન્ય વિસ્તારમાં ફેલાયેલા વાયરસથી સિંહના મોત થયાં હતાં. ત્યારે રાષ્ટ્રના ગૌરવસમા આ ગીરના સાવજને સાચવવા માટે હાલ સરકાર મથી રહી છે.જેના માટે લાંબા ગાળાના આયોજન પણ કરવામાં આવ્યા છે.

WSON Team

ગાંધીનગર પ્રકૃતિ ઉદ્યાનમાં સિંહની જોડી માટે અગાઉ વારંવાર દરખાસ્ત કરવામાં આવી હતી. જેને થોડા દિવસ અગાઉ મંજુરી મળી ગઇ હતી. અને જુનાગઢના શક્કરબાગ ઝુમાંથી સિંહની જોડી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના કેઝ કિપરને સિંહને રાખવાની તેમજ તેના રખાવટની ટ્રેનીંગ માટે જુનાગઢ મોકલ્યા હતા. આ ઉપરાંત જુનાગઢથી જે સિંહ લાવવાના હતા તેની મેડિકલ તપાસ માટે ગાંધીનગરના તબીબને પણ મોકલવામાં આવ્યા હતા.

જેમને ત્યાં દસ વર્ષના સિંહ તેમજ આઠ વર્ષની સિંહણનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યારબાદ આ બંને ગાંધીનગર લાવવા માટે ફીટ જણાતાં તેમને તબક્કાવાર ગાંધીનગર મોકલ્યા હતા. આ પ્રકૃતિ ઉદ્યાનમાં સિંહ અને સિંહણને હાલ અલાયદા રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે.

આગામી ૨૧ દિવસ સુધી આ સિંહ અને સિંહણ ગાંધીનગરના વાતાવરણને અનુકુળ થવા માટે પ્રયત્ન કરશે એટલું જ નહીં આસપાસના પાંજરામાં રહેતાં અન્ય પ્રાણી અને પક્ષીઓથી પણ તેમને ટેવવું પડશે. ઝુ ઓથોરીટીના નિયમ પ્રમાણે ૨૧ દિવસ બાદ જ મુલાકાતીઓ માટે આ સિંહ પાંજરામાં ખુલ્લા મુકવામાં આવશે.

http://wildstreakofnature.com/gu/indroda-nature-park/

- Advertisment -