જૂનાગઢ થી વંથલી જતા વેરાવળ હાઈ વે પર બુધવારના રોજ વહેલી સવારમાં કોઈ અજાણ્યા વાહન ની અડફેટે દીપડો આવી જતા દીપડા નુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ જૂનાગઢ નજીક રસ્તા પર બનેલ આ અકસ્માત ને જોવા ને ખાસ કરીને દીપડાને જોવા લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. કોઈ મોટા વાહનની અડફેટે આવેલ દીપડો ખૂબ ઘવાયેલા હાલત માં મળી આવ્યો હતો. અને અકસ્માત ના થોડા સમયમાં જ આવી પહોંચેલ વન વિભાગ દ્વારા મૃત દીપડાને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલક ની શોધખોળ વન વિભાગ કરી રહ્યું છે.

એક બાજુ ગુજરાત સરકાર વન્ય જીવોને માટે કરોડોના ખર્ચ કરે છે ને બીજી તરફ દીપડા અને સિંહોના મૃત્યુ ટપાટપ થઈ રહ્યા છે. ત્યારે વન્યપ્રેમીઓ વન્ય જીવોની સુરક્ષા ને લઈ ચિંતિત બન્યા છે. દીપડાના મૃત્યુનો આંક દર વર્ષે વધી રહ્યો છે. એ જોતાં વન વિભાગ તાકીદે કોઈ પગલાં લે તે ખૂબ જરૂરી છે .