HomeWild Life Newsગીરગઢડા: શિકારની શોધમાં જંગલના રાજાની લટાર

ગીરગઢડા: શિકારની શોધમાં જંગલના રાજાની લટાર

ગીરગઢડામાં સિંહોના ટોળાના વીડિયો વાયરલ થયો છે. ભાખા થોરડી રોડ પર સિંહોનું ટોળુ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આઠથી દસ સિંહો રોડ પર આવી ચઢયા હતા.

રોડ પર આવેલા સિંહોના દ્રશ્યો રાહદારીના મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા. સિંહોના ટોળાનો વીડિયો સોશયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોના મામલે વનવિભાગે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે  મોડી રાત્રીના સમયે ઉના નજીક આવેલ ભાખા થોરડી રોડ પરથી પસાર થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અચાનક રસ્તા પર ધસી આવેલ સાવજના ટોળાને જોઇને રાહદારીઓમાં પણ કૌતુક ફેલાયું હતું.

જો કે, આ ઘટનાને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. સિંહનું ટોળું જ્યાં સુધી રસ્તા પર રહ્યું ત્યાં સુધી લોકોએ આ નજારને માણ્યો હતો. તો વળી કેટલાક રાહદારીઓએ સાવજ દર્શનની આ ઘટનાને પોતાના અંગત ફોનમાં કેદ પણ કરી હતી.

આ મામલે જોનાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે,સિંહ ટોળું મારણ માટે નિકળ્યું હોય તેવું જણાઇ આવતું હતું. જો કે, ગણતરીની સેકન્ડમાં સિંહોનું ટોળું રસ્તો પાર કરીને બીજી તરફ ધસી ગયું હતું. આ ઘટનાની જાણકારી આસપાસના લોકોમાં વાયુ વેગે પ્રસરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વારંવાર સિંહના ટોળા રસ્તા પર જોવા મળ્યા છે. ત્યારે આ રીતે અચાનક સિંહોનું રસ્તા પર આવી જવું કે ગામમાં ધસી આવવું ચિંતા ઉપજાવનારું છે. ત્યારે આ મામલે સ્થાનિક વન તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઇ પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

- Advertisment -