ગીર સાસણમાં ગીર મોન્સૂન ફેસ્ટિવલનો ધમાકેદાર પ્રારંભ વિદેશી ટુરિસ્ટો ઉમટી પડ્યા
જૂનાગઢના ગીર સાસણ ખાતે એશિયાટિક લાયનની સાથે પ્રકૃતિની મોજ માણવા પણ લોકોને આકર્ષવા દર વર્ષે ગીર મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન થાય છે. આ વખતે પણ તા. 1 સપ્ટેમ્બર થી તા. 16 સપ્ટેમ્બર સુધી ગીર મોન્સૂન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટિમ દ્વારા આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં અાવ્યું હતું. આ પ્રસંગે લોકો જેઠા લાલ એટલેકે દિલીપ જોષીને જોવા ભારે ઉત્સુક હતા.
ગુજરાત ટુરિઝમ દ્વારા ગુજરાત પ્રવાસનને ઉત્તેજન આપવા દર વર્ષે અનેક ફેસ્ટિવલ નું આયોજન કરે છે. જેમાં ખાસ કરીને ઉતરાયણ પર કાઇટ ફેસ્ટિવલ , સાપુતારામાં મોન્સૂન ફેસ્ટીવલ કચ્છના રણમાં રણોત્સવ અને ગીરમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે ગુજરાતના પ્રવાસન સ્થળોનો વિકાશ થયો છે. અને ખાસ કરીને પ્રવાસન સ્થળોની આસપાસ રોજગારીમાં વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતના પ્રવાસન સ્થળો દેશ વિદેશમાં વધુ પ્રચલિત બન્યા છે.
તા. 1 સપ્ટેમ્બર વરસાદી માહોલ વચ્ચે ગીર ના જગલોમાં ગીર મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થયો ત્યારે ચારે બાજુ હરિયાળી અને વહેતા ઝરણાઓ અને પ્રાણીઓના કુદરતી માહોલ વચ્ચે લોકોને પ્રકૃતિની મોજ મળી રહે તે માટે પ્રવાસીઓને આકર્ષવા ગીર ફેસ્ટિવલ યોજાઈ છે. ગીર એ ફક્ત લાયન માટે જ નહીં પણ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે.
ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનો સમન્વય વચ્ચે સાસણમાં યોજાતો ગીર મોન્સૂન ફેસ્ટિવલ મોન્સૂન ફેસ્ટિવલ નો તા.1 સપ્ટેમ્બરએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો દ્વારા આ ફેસ્ટિવલમાં હાજર રહેતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તારક મહેતાની ટીમના સભ્યોની હાજરીમાં આ મોનસુન ફેસ્ખુટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ ફેસ્ટિવલમાં 16 સપ્ટેમ્બર સુધી ચાલશે ભારતીય સંસ્કૃતિને માનવની સાથે અહીં પ્રકૃતિનો પણ આંણદ લઇ શકાશે ચોમાસાની ઋતુમાં ગિર જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જયારે જંગલની મધ્યે સાસણમાં મોન્સૂન ફેસ્ટિવલએ આકર્ષણ જગાવ્યું છે ગુજરાત ટુરિઝમ અને ગુજરાત વન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં અાવ્યું છે.
તા. 16 સપ્ટેમ્બર સુધી ચલનારા આ ફેસ્ટિવલને તા.1 સપ્ટેમ્બરના રોજ ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રખ્યાત કલાકારો જેઠાલાલ ( દિલીપ જોશી) , બાઘાના નામથી પ્રચલિત તનમય વેકરીયા, નટુકાકા સહીતના કલાકારો એ આ ફેસ્ટિવલને ખુલ્લું મૂકયો હતો.
ગીર મોન્સૂન ફેસ્ટિવલ માણવા આવેલા વિદેશી પ્રવાસીઓ પણ ખુશી આ ખુશી આ ફેસ્ટિવલ માં જોડાયા અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અમને તે ગમે છે કહેતા આ વિદેશીઓ એ ગુજરાતી અને હિન્દી ભાષામાં બોલવાની મજા માણી હતી.