ઉનાળો આગ ઓકી રહ્યો છે ત્યારે માનવીઓ સાથે પ્રાણીઓ પણ આગ ઓકતી ગરમીથી ત્રસ્ત છે. જંગલમાં વન્યપ્રાણીઓને ધ્યાનમાં રાખી ગીર અભ્યારણ્યમાં અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરાઇ છે. ઉનાળો શરૂ થતા પાણીનો પોકાર શરૂ થયો છે. ઉનાળામાં ગરમીમાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે વન્યજીવોનો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પાણીની શોધમાં સિંહોએ પણ રઝળપાટ કરવો પડે છે. અમરેલીના ધારીમાં પાણીની શોધમાં સિંહ પરિવાર નિકળી પડ્યો હતો. પાણી મળતાં જ એકસાથે 11 વનરાજોએ તરસ છીપાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમરેલીના ધારીનો હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.

વનવિભાગે બનાવેલ પોઈન્ટ પર પાણી પીતો સિંહ પરિવાર આ અદભૂત સ્થિતિ કેમેરામાં કેદ કરી લેવાયી હતી. 44 ડિગ્રી તાપમાનમાં સિંહો પણ પરેશાન થઈ રહ્યાં છે અને પાણી માટે આમ તેમ ભટકી રહ્યાં છે. ત્યારે આ 11 સિંહો પાણી પી રહ્યાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો અમરેલીના ધારી ગીર પૂર્વના જંગલનો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે ગીરનાર અભયારણ્યમાં પણ પાણીના કુદરતી સ્ત્રોત સુકાવા લાગતા વન્ય જીવોને પાણી માટે મુશ્કેલી ઉભી ન થાય તે માટે વન વિભાગે અબોલ જીવો માટે પાણી ની વ્યવસ્થા શરૂ કરી છે. અહીં કુંડીઓને પાણીથી ભરવા માટે પવન ચક્કી તેમજ ટાંકાનો ઉપયોગ કરી બે દિવસે તેમાં પાણી ભરવામાં આવે છે. જેથી વન્ય પ્રાણીઓ પીવાના પાણી માટે જંગલ બહાર નીકળી ન જાય તે માટે વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉભા કર્યા છે.

ગીરમાં વન વિભાગે પહોંચાડ્યા નીર