HomeWild Life Newsવાઈલ્ડ સ્ટ્રિક ઓફ નેચરના સુવર્ણ 5 વર્ષ: છ લાખથી વધુ લોકો વેબસાઈટની...

વાઈલ્ડ સ્ટ્રિક ઓફ નેચરના સુવર્ણ 5 વર્ષ: છ લાખથી વધુ લોકો વેબસાઈટની મૂલાકાત લઈ પ્રકૃતિ સાથે જોડાયા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વન્યસૃષ્ટિ અને પર્યાવરણ માટેની વેબસાઈટ ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ નેચર’ ના પાંચ વર્ષ પૂર્ણ થતાં શુભકામનાઓ પાઠવી

માનવીનું જીવન ઑક્સિજન વિના શક્ય નથી, અને આ ઓક્સિજન એ મનુષ્યને પ્રકૃતિ – પર્યાવરણ થકી મળેલું અનમોલ નજરાણું છે. આમ જોઈએ તો મનુષ્યને જન્મથી લઈને મૃત્યું સુધી જીવનના પ્રત્યેક તબક્કે પ્રકૃતિ ઉપર આધાર રાખવો જ પડે છે. માનવ શરીરને શ્વસન, ખોરાક – પાણી ઉપરાંત તેના નિરોગી સ્વસ્થ્ય માટે પણ પ્રકૃતિની જરૂર પડે છે. અનુકૂળ વાતાવરણ, ખોરાક અને પાણી માનવ જીવનને ટકાવી રાખે છે. અને ફક્ત પ્રકૃતિ જ નહિ, પરંતુ આપણી આસપાસના વાતાવરણ – પ્રકૃતિ સાથે જોડાયેલી જીવસૃષ્ટી – પ્રાણીસૃષ્ટી પણ આપણા માટે એટલા જ મહત્વના છે.
આપણે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે આપણે જીવન ચક્ર વિશેનો પાઠ ભણતા હતા. બસ એ જ રીતે, દરેક જીવ ભલે પછી એ એક નાની કીડી કેમ ન હોય, આપણા અસ્તિત્વને ટકાવી રાખવા મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અને એટલા માટે જ અમે પણ માનવજીવન માટે ઉપકારક એવી પ્રાણીઓ-પક્ષીઓ, જીવ સૃષ્ટી અને પર્યાવરણની જાળવણીના એકમાત્ર ધ્યેય સાથે ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ’’ વેબ સાઈટના માધ્યમથી પ્રકૃતિ સાથે જોડાયેલા રહયાં છીએ. એટલું જ નહી, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં અમે અમારી વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ સાથે ૬ લાખથી વધુ પ્રકૃતિ પ્રેમીઓનેપણ જોડયા છે.

‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ’’ વેબ સાઈટ દ્વારા પાંચ વર્ષમાં અમે વિવિધ પ્રાણીઓ – પક્ષીઓ, વન્ય જીવ સૃષ્ટિની તલસ્પર્શી માહિતીની સાથે તેના સંરક્ષણ માટે કાર્યરત વનબંધુઓનીગાથાઓ પણ આપના સમક્ષ ઉજાગર કરી છે. વન્ય પ્રાણી-પક્ષી અને જીવ સૃષ્ટીની સાથે પર્યાવરણની જાળવણી માટેની આ પાંચ વર્ષોની સફરને તાજેતરમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી અમારી પીઠ થબથબાવી છે.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ’’ ને પાઠવવામાં આવેલ આ શુભેચ્છા સંદેશમાં ઋગ્વેદના શ્લોક ‘‘ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्त्वोषधीः मधु नक्तमुतोषसो मधुमत्पार्थिव रजः माध्वीर्गावो भवन्तु नः ’’ નો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ વેદકાલિન સમયથી જ પ્રકૃતિભિમુખ રહી છે. ઋગ્વેદની આ ઋચા, પ્રકૃતિના વિવિધ તત્વો કેવી રીતે મનુષ્ય માટે ઉપકારક છે તેના ગુણગાન કરે છે. પોતાને સર્વસત્તાધીશ માનતો માનવ પણ આખરે તો પ્રકૃતિના અનેક તત્વોમાંનું એક તત્વ જ છે. વર્તમાન પ્રકૃતિલક્ષી સમસ્યાઓ અંગે ગંભીરતાથી મંથન થાય તો તેના મૂળમાં પ્રકૃતિ પ્રત્યેની ઉદાસી જ કારણભૂત જણાશે.

મુખ્યમંત્રીશ્રીએ તેમના આ સંદેશામાં ‘‘ માનવને ફરી પોતાના મૂળ તત્વ સાથે જોડવા માટે પ્રકૃતિ અને તેના અનેકાધિક તત્વો અને પાસા પ્રત્યે જાગૃત કરવો એ શ્રેષ્ઠ માર્ગ છે. મને એ જાણીને આનંદ થઈ રહ્યો છે કે, શ્રી નિર્મિતભાઈ દવે અને તેમની ટીમ પોતાની વેબસાઈટ www.wildstrenkofnature.com દ્વારા ગુજરાતની વન્યસૃષ્ટિ અને પર્યાવરણના જાણીતા અને અજાણ પાસાઓ પર જાગૃતિ ફેલાવી રહી છે, ગત તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આ વેબસાઈટના પાંચ વર્ષ પૂરાં થયાં છે અને મને આશા છે કે આવનારાં વર્ષોમાં પણ ગુજરાત, ગુજરાતનું વન્યજીવન અને તેના વૈવિધ્ય તથા સમૃદ્ધિને રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વપટલ પર ઉજાગર કરીને માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ‘વોકલ ફોર લોકલ’ નો નારો બુલંદ કરશે.’’ તેમજ જણાવી નિર્મિતભાઈ દવે અને તેમની વેબસાઈટ સાથે સંકળાયેલા સર્વે પ્રકૃતિપ્રેમીઓને હૃદચપૂર્વકના અભિનંદન પણ પાઠવ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલો આ શુભેચ્છા રૂપી પત્ર એ અમારા માટે ફક્ત એક પત્ર નથી, પરંતુ પર્યાવરણની જાળવણી માટેની લોકજાગૃતી કેળવવા માટેની અમારી મહેનત અને કર્તવ્ય નિષ્ઠાનું પરિણામ છે. પ્રકૃતિની જાળવણી માટે અમે શરૂ કરેલી સફર માટેની આ પા.. પા.. પગલીમાં ગુજરાત સરકારે શુભેચ્છા સંદેશ પાઠવીને અમારી પીઠ થાબડવાનું, અમને પ્રોત્સાહિત કરવાનું જે કાર્ય કર્યું છે, તેનાથી અમને નવું બળ અને પ્રેરણા મળી રહી છે. રાજ્ય સરકારની લાગણીએ અમારામાં એક નવો ઉત્સાહ અને ઉમંગ જગાવ્યો છે. આ માટે અમે માન. મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો રહદયપૂર્વક આભાર માનીએ છીએ.

- Advertisment -