HomeAnimalsAsiatic Lionsગીર : મહાદેવના મંદિરમાં સિંહણના આટાફેરા

ગીર : મહાદેવના મંદિરમાં સિંહણના આટાફેરા

ગીરના જંગલોમાં સિંહોના આંટાફેરા કોઈ નવી વાત નથી. ગીરના જંગલો એશીયાટીક લાયન અને ગુજરાતની ઓળખ એવા સિંહોનું ઘર છે. માનવ વસ્તીવાળા વિસ્તારોમાં સિંહોના આંટાફેરા પણ હવે નવી વાત નથી રહી ગીરના જંગલ વિસ્તારોમાં વન્યજીવોની અવર જવર રોજીંદી ઘટના છે. માનવ વસ્તીમાં અનેક વાર સિંહો આવી જતા હોય છે. ત્યારે  હવે તો સિંહો મંદિરોનાં દર્શને પણ પહોંચી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. સિંહો હવે મંદિરોના આટાફેરા કરી રહ્યા છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફરેડા ગામની પાસે આવેલા જંગલ આ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર  આવેલું છે. આ મંદિર જંગલના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે.  પરંતુ આ જંગલમાં આવેલું હોવાથી વનરાજીથી ઘેરાયું છે. આ સ્થળે લોકો અવારનવાર દર્શન કરવા આવતા હોય છે. જ્યાં મહાદેવ મંદિર પર સિંહો ઘણી વારા આંટાફેરા કરતા નજરે ચડે છે.

social media

નોંધનીય છે થોડા દિવસો પહેલા એક સિંહ ખોડિયાર માતાના દર્શને આવી પહોંચ્યો હતો. હવે ગીર ગઢડા નજીક જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિરે એક સિંહણ દર્શન કરવા આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.

બુધવારે જંગલમા આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે શ્રાદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે મહાદેવ મંદિરના પગથિયા પરથી એક સિંહણ ઉતરતી જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભયનો મહોલ ફેલાયો હતો. એક શ્રદ્ધાળુએ પોતાના મોબાઈલ કેમરામાં સિંહણ સીડી પરથી ઉતરતી હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે ગીર ગઢડાના ફરેડા ગામના જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનેક વખત સિંહનો ભેટો શ્રદ્ધાળુઓ સાથે થતો હોય છે. શ્રદ્ધાળુઓને મહાદેવના દર્શન સાથે સાથે સિંહ દર્શનનો પણ લ્હાવો મળતો હોય છે.

- Advertisment -