HomeWild Life Newsરાજયના કચ્છના અભયારણ્યોમાં ઘુડખરોની સંખ્યા વધી

રાજયના કચ્છના અભયારણ્યોમાં ઘુડખરોની સંખ્યા વધી

ગુજરાતના ગધેડા પર થયેલ રાજકીય ચર્ચા બાદ લોકો ગધેડા પર નવી-નવી કલ્પનાઓ કરવા લાગ્યા છે. આ ચર્ચાથી રાજનીતિમાં કેટલાંય ઉછાળા આવ્યા, એ તો અલગ મુદ્દો છે પરંતુ આ બધાની વચ્ચે ખરેખર ગુજરાતના ગધેડાના ‘અચ્છે દિન’ આવી ગયા છે. ગુજરાતના અભયારણ્યોમાં ઘુડખરોની સારી એવી સંખ્યા જણાય છે. ૨૦૧૬ના વર્ષમાં અભ્યારણે પ્રવાસીઓમાંથી ૨૭ લાખ રૂપિયાની કમાણી કરી. જ્યારે જૂન ૨૦૧૭મા અભ્યારણ્ય ચોમાસાના કારણે બંધ કરાયું ત્યારે આ આંકડો ૩૦ લાખની ઉપર પહોંચી ચૂકયો હતો.

૨૦૧૦થી ૨૦૧૫ના વર્ષની વચ્ચે ઘુડખરની સંખ્યામાં ૧૧.૩૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૫ની તુલના પ્રમાણ જંગલી ગધેડાઓ એટલે કે ઘુડખરની સંખ્યા ૪૪૫૧ હતી. આ ઘુડખર ઉત્તરમાં કચ્છના રણ, પશ્ચિમમાં મોરબી અને પૂર્વમાં અમદાવાદ જિલ્લાની અંદર ૧૫૦૦૦ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં જોવા મળે છે. ઘુડખરના નામથી જાણીતા આ પ્રાણી આફ્રિકામાં જોવા મળતાં જંગલી ગધેડાની જાતિ જેવા દેખાય છે. જો કે આફ્રિકન ગધેડાઓને ઘરમાં પાળતુ પ્રાણી તરીકે રખાય છે. પરંતુ અહીંના ઘુડખરને ઘરોમાં રખાતા નથી. કારણ કે તેઓ પોતાના આફ્રિકન ભાઇઓ કરતાં મોટા, ઝડપથી દોડતા અને શક્તિશાળી હોય છે.

૨૦મી શતાબ્દી સુધી ઘુડખર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિંધ, ઇરાન, અને બલુચિસ્તાનમાં જોવા મળતા હતા. આજે તેમનું અસ્તિત્વ ગુજરાતના મેદાનો અને અમદાવાદથી ૧૦૫ કિલોમીટર દૂર આવેલા સુરેન્દ્રનગરના બાજના જંગલી ગધેડાઓને અભ્યારણ્ય સુધી જ સીમિત છે.

પર્યટનની દ્રષ્ટિથી આ જંગલી ગધેડાઓ ગીરના સિંહની જેમ પ્રસિદ્ધ છે. ૨૦૧૪-૧૫ના વર્ષમાં કુલ ૧૩૦૦૦ પર્યટકોએ બાજરનાની મુલાકાત લીધી હતી, ૨૦૧૫-૧૬મા આ સંખ્યા ૧૪૦૦૦ સુધી પહોંચી ગઇ હતી.

ગુજરાત ટુરિઝમના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૧ બાદ જ્યારથી અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, પર્યટકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. ૨૦૧૧-૧૨મા જ્યારે અમિતાભ બચ્ચન ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કર્યું, ૨.૨ કરોડ પર્યટક ગુજરાત ફરવા આવ્યા. ૨૦૧૫-૧૬મા આ સંખ્યા ૭૫ ટકા વધી.

- Advertisment -