નર્મદા જીલ્લો એક પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેને દેશ ભરમાં પોતાનું સ્થાન ઉંચુ કર્યુ છે. જેમાં ખાસ કરીને નર્મદા જીલ્લામાં આવેલી વિશ્ર્નની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટનો પ્રોજેકટ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે નર્મદા ડેમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સ્થાન ધરાવે છે. ત્યારે આ જીલ્લામાં નવું એક પ્રવાસીઓને આકર્ષવા માટે નવું પીછું ઉમેરાઈ રહ્યું છે. જેમાં વિશ્ર્વના પ્રવાસીઓને આકર્ષવા માટે રાજય સરકારે વન વિભાગ દ્વારા નર્મદા જીલ્લાના જંગલ વિસ્તારમાં અંદાજે રૂપિયા ૮ કરોડના ખર્ચે ટાઈગર સફારીનું નિર્માણ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા પાસે આવેલા કુકરેજ ગામે જંગલ વિસ્તારમાં ટાઈગર સફારી પાર્ક માટે સ્થળની પંસદગી કરવામાં આવી છે. આ જગ્યા વાઘ માટે અનુકુળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહીતી પ્રમાણે વનમંત્રી શબ્દશરણ તડવીએ પણ આ સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. આ સ્થળ માટે ગુજરાત સરકારે વન વિભાગને રૂપિયા ૨ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. સ્થળ પર બનાવવામાં આવનાર ટાઈગર સફારી પાર્ક માટે ૪૦ હેકટર જમીનની પસંદગી કરવામાં આવી છે. જોકે આ ટાઈગર સફારી પાર્ક નિર્માણ પાછળ રૂપિયા ૭ થી ૮ કરોડ ખર્ચ થનાર છે. હાલતો આ ટાઈગર સફારી પ્રોજેકટ માટે ઈટેન્ડરિંગ ચાલું છે. ગુજરાત વન વિભાગને રૂપિયા ૨ કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. જોકે આ ટાઈગર સફારી પાર્કના નિર્માણથી ગુજરાતમાં બહારથી આવતા અને રાજયના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. જોકે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે નર્મદા ડેમ અને ટાઈગર સફારી પાર્કની પ્રવાસીઓ મજા માણી શકશે. જોકે કેન્દ્રીય વન વિભાગ તરફથી મંજુરી મળ્યાં બાદ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મદદથી વાઘને લાવવામાં આવશે. શરૂઆતમાં ૪૦ હેકટર પાર્કમાં ૭ જેટલા વાઘ લાવવામાં આવશે. જેમાં ૪ જેટલા વાઘના બચ્ચાને લાવવામાં આવશે. જોકે આવનારા સમયમાં બનનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટાઈગર સફારી પાર્ક અને નર્મદા ડેમની મુલાકાતથી પ્રવાસીઓને રોમાચંક અનુભુતિ ચોક્કસ થશે.