વન્યપ્રાણીઓમાં હિંસક જીવોમાં પણ જેની અતિહિંસક પ્રાણીઓમાં ગણતરી થાય છે, તેવા દીપડાઓ જો માનવ લોહી એકવાર ચાખી જાય તો તે પછી અવારનવાર માનવો પર હુમલા કરતાં થઈ જતાં હોય છે. જેને પકડીને પાંજરે પૂરવા આવશ્યક બની જાય છે.
ગુજરાતમાં આ પ્રાણીની સારી એવી વસ્તી છે ત્યારે ખાસ કરીને પંચમહાલના જંગલ વિસ્તારમાં તેનો તરખાટ વધારે છે. આવા 17 માનવભક્ષી દીપડા રેસ્કયૂ સેન્ટરમાં જમા થઈ જતાં એકસાથે આ દીપડાઓને જૂનાગઢ ઝૂમાં મોકલી દેવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નજીક ફોરેસ્ટ વિભાગ દવારા હિંસક અને માનવભક્ષી બનેલાં જંગલી પ્રાણીઓ માટે ધોબકુવા ખાતે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેમાં જિલ્લા તેમજ અન્ય વિસ્તારમાં માનવ વસ્તી પર જઈ હુમલો કરતા પ્રાણીઓને પાંજરે પુરી સજાના ભાગ રૂપે અહીંયા રાખવામાં આવે છે.
માનવભક્ષી દીપડાઓની સંખ્યા વધી જતાં પાવાગઢના ધોબી કુવા ખાતેના રેસ્ક્યુ સેન્ટર માંથી દીપડાને ટ્રાન્ફર કરાયા છે.રેસ્ક્યુ સેન્ટરમાંથી એક સાથે 17 દિપડા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાની રાજ્યની પ્રથમ ઘટના ગાંવમાંઆવે છે.જંગલ વિસ્તારમાંથી માનવ વસ્તીમાં આવીને હુમલો કરતા માનવભક્ષી 17 દીપડાને સક્કરબાગ ઝુ જૂનાગઢ માં ટ્રાન્ફર કરાયા છે.
પાવાગઢ ખાતેના રેસ્ક્યુ સેન્ટરની ક્ષમતા કરતા વધુ માનવ ભક્ષી દિપડાની સંખ્યા વધતા ટ્રાન્સફર કરાયા છે.આ તમામ દિપડા છેલ્લા 10 વર્ષથી પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જેમાં 17 દીપડાને ટ્રાન્ફર કર્યા બાદ અન્ય જિલ્લા ના માનવભક્ષી ત્રણ દીપડા પાવાગઢ લવાયા છે.