જંગલમાં અવાર નવાર અજીબો ગરીબ ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. તો કયાંક આવી જ ઘટનાઓ કેમેરામાં કેદ થતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આ વીડિયોમાં કાગડો ત્રણ સિંહ સામે ઘેરાયેલો દેખાય છે. પરંતુ થોડા જ સમયમાં સિંહ કાગડાનો શિકાર કરીને ભાગી જાય છે. જે બાદ આસપાસનાં કાગડાઓ પણ કાંવ કાંવ કરીને એશિયાટીક સિંહને છોડવા માટેની આજીજી કરતા હોય તેમ લાગે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
જેમાં જંગલનો રાજા સિંહ કાગડાનો શિકાર કરતા કેમેરામાં કેદ થયો છે. મલતી માહિતી મુજબ ગીર સાસણ ના આ વીડિયોમાં 4 એશિાયાટીક સિંહ એક પાણી ના કુંડ ફરતે બેઠા છે. અને એક કાગડો એક એશિયાટીક સિંહ ની નજીક આવિ જાય છે. પહેલા એશિયાટીક સિંહ તેની સાથે રમત કરે છે ને પછી અચાનક 3 એશિયાટીક સિંહ એક કાગડાના શિકાર માટે તરાપ મારે છે. જેમાં એક સિંહ કાગડાનો શિકાર કરી દૂર ભાગે છે.
આ વીડિયો ગીર સાસણના પ્રવાસીઓ એ કાગડો અને સિંહ ની રમત ને કુતુહલતા થી મોબાઈલમાં કેદ કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગીરનાં જંગલના અનેક વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. જેમાં જંગલના રાજા સિંહ શિકાર કરતા હોય તેવા દ્રશ્યો કોઈ કેમેરામાં કેદ કરે તે જોવાનો લ્હાવો અલગ જ હોય છે.