ગીર સોમનાથ ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર આવેલા વાડીના ખુલ્લા મેદાનમાં સાત એશિયાટીક સિંહોનું ટોળુ આવી ચડી રાજાશાહી અંદાજમાં આરામ ફરમાવી રહેલ નજરે પડ્યા હતા. એશિયાટીક સિંહોના આ નજારાને જોવા માટે ગ્રામજનો ઉમટી પડયા હતા.
ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર વાડીમાં શેરડીના વાડ ઉભા છે. આ વાડામાં થોડા સમયથી એશિયાટીક સિંહ વસવાટ કરી આંટાફેરા કરી રહ્યાની ખેડૂતને જાણ હતી, પરંતુ કોઇ લોકો સિંહોની પજવણી ન કરે તે માટે આ વાતની કોઇને જાણ કરી ન હતી. તે દરમ્યાન એક સાથે સાત સિંહોનું ટોળુ વાડીના ખેતરના ખુલ્લા પટમાં આવી રાજાશાહી અંદાજમાં બેસી ઠંડા પવનમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.