HomeWild Life Newsગીરના જંગલમાં એશિયાટીક સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ, જાણો એવું તે શું થયુ

ગીરના જંગલમાં એશિયાટીક સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ, જાણો એવું તે શું થયુ

ગીરમાં પણ જાણે જંગલના રાજા કોણ એ લડાઈ થઈ જાય તો, જી હા કાંઈક આવું જ બન્યું હતું ગીરના જંગલમાં બે ડાલમથ્થા એશિયાટીક સિંહ આમને સામને આવી જતા ત્યાં હાજર તમામ પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. અને સાથે સાથે આ જીવન ના ભુલી શકાય તેવા યાદો પોતાના કેમેરા અને આંખોમાં કેદ કરી હતી.

કેવી રોમાંચક લડાઈ થઈ બન્ને એશિયાટીક સિંહ વચ્ચે

Social Media

ગિર સફારી દર્શન દરમિયાન ખુલ્લી જીપ્સીમાં બેઠેલા પ્રવાસીઓ એ આ દિલધડક યુદ્ધ નજરે નિહાળ્યું ત્યારે તેઓની પણ ધડકન પણ તેજ થઈ ગઈ હતી. આ વીડિયો ગીર જંગલના ગાઈડ સાહિલ મકવાણા એ પોતાના સાથે રહેલા વિઝિટર્સના કેમેરામાં કેપ્ચર કર્યો છે. સાહિલની આ હિંમત ને પણ દાદ આપીએ એટલી ઓછી છે.

Social Media

સામાન્ય રીતે જંગલમાં 2 સિંહ આમને સામને આવતા જ લડાઈ થાય છે ગ્રુપની સુરક્ષા કે પોતાના ટેરિટેરી વિસ્તારમાં અન્ય કોઈને ન પ્રવેશવા દેવા આ રીતે લડાઈ થતી હોય છે પણ અહીં તો જાણે ખરાખરીનો ની જંગ ખેલાઈ રહ્યો છે. અસ્તિત્વની લડાઈ લાગે છે. જો કે આ વિડિયો 3 માસ પહેલા જ્યારે કોરોના પછી સિંહ દર્શન ખુલ્યું હતું ત્યારનો છે પરંતુ હાલ તો સિંહોની લડાઈનો આ વીડિયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહયો છે.

- Advertisment -