HomeWild Life Newsકાજીરંગા નેશનલ પાર્કમાં પુરના કારણે પ્રાણીઓને સુરક્ષિત સ્થાને ખસેડ્યા

કાજીરંગા નેશનલ પાર્કમાં પુરના કારણે પ્રાણીઓને સુરક્ષિત સ્થાને ખસેડ્યા

અસમમાં વિનાશકારી પુરના કારણે કાજીરંગા નેશનલ પાર્કનો 70 ટકા ભાગ પાણીમાં ગરકાવ થયો છે. પુરના પાણીમાં 95 કેમ્પ પણ ડૂબી ગયા છે. આ તબાહીના કારણે વન અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

પુરના કારણે અસમમાં ઘણુ નુકસાન થયું છે. પાર્કના અધિકારીઓએ પ્રાણીઓને પાર્કમાં સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યું કે વન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પર શિકારીઓ પર બાજ નજર રાખી રહ્યું છે.

શિકારીઓથી પ્રાણીઓની સુરક્ષાને લઇને પાર્કમાં વાહનોને પણ પાસ આપવામાં આવ્યાં છે. અને રાત્રીના વન સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે બેકી નદીનું જળ સ્તર વધ્યુ છે. પુરને ધ્યાને લેતા સેના, તંત્ર અને SDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે

- Advertisment -