HomeWild Life Newsજુનાગઢ: સકકરબાગની એક એશિયાટીક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ

જુનાગઢ: સકકરબાગની એક એશિયાટીક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ

કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના બે એશિયાટીક સિંહને આસામના ગુવાહાટી ઝૂમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી બે રીંછને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતે લવાશે.

એનિમલ એક્સચેન્જ પ્રોગામ હેઠળ જુનાગઢ સક્કરબાગના બે એશિયાટીક સિંહને ગુવાહાટી મોકલવામા આવ્યા છે. આ બે એશિયાટીક સિંહોને સક્કરબાગ ઝૂથી ઓખાથી ઉપડતી ઓખા ગુવાહાટી ટ્રેનમા તબીબી ટીમની દેખરેખ હેઠળ બન્ને એશિયાટીક સિંહને રેલ યાત્રા દ્વારા આસામ ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. આ એશિયાટીક સિંહોને રસ્તામા ભોજન અને પીવાના પાંણીની વ્યવસ્થા કરવામા આવી હતી.

તેમજ R.F.Oની ટીમ દ્વારા આ બન્ને સિંહોને ગુવાહાટી મુક્યા બાદ ત્યાથી બે રીંછને સકકરબાગ માટે લાવવામા આવશે. સક્કરબાગના બે એશિયાટીક સિંહોની સામે આસમથી બે રીછની અદલા બદલી કરવામાં આવી છે. R.F.Oની ટીમ સાથે ડોક્ટરોની ટીમ સહિત 8 સભ્યોની ટીમ આ બંને એશિયાટીક સિંહોને આસામ ગુવાહાટી ઝૂ ખાતે રવાના થઈ છે.

- Advertisment -