એશિયામાં સૌથી જુના પ્રાણી સંગ્રહાલયો માંથી એક છે જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય.જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન બીજાએ વર્ષ 1863 માં પ્રાણી સંગ્રહાલય બનાવ્યું જેમાં દેશ વિદેશના પ્રાણીઓને પક્ષીઓ રાખવામાં આવતા. આજે પણ આ પ્રાણી સંગ્રહાલયમાં 1500 થી વધુ પ્રાણીઓ રાખવામાં આવેલ છે અને તેમની ખાસ સર સંભાળ રાખવામાં આવે છે. હાલ ગરમીની ઋતુમાં પ્રાણીઓ ત્રાહિમામ પોકારી રહ્યા હોય છે ત્યારે અહીં રાખવામાં અવેલ દરેક પ્રાણીઓને ખાસ સુવિધા આપી ઠંડક આપવામાં આવી રહી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝુ વિશ્વભરમાં એશિયાટીક સિંહો આપે છે ને બદલામાં દેશ વિદેશના અલભ્ય પ્રાણીઓ મેળવે છે. અલગ અલગ ઋતુના આદિ હોય છે આથી તમને તેમની જરૂરીયાત પ્રમાણે ખાસ દેખરેખ અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ ઉનાળાની સિઝનમાં સખત તાપ અને ગરમી પડી રહી છે.

ઝુમાં પ્રાણીઓ માટે અલગ અલગ સુવિધા ઝુ આથોરિટી દ્વારા પુરી પાડવામાં આવેલ છે. જેમ કે સિંહ, વાઘ, દીપડા જેવા સસ્તન પ્રાણીઓ માટે ખાસ 300 કિલો થી પણ વધુ બરફ નો ઉપયોગ કરી આ પ્રાણીઓના પાંજરામાં ખાસ કુંડ માં બરફ નાખી પાણી ઠડું કરવામાં આવે છે. જેથી આ પ્રાણીઓ ગરમી માં પણ ઠંડક ની મોજ માણે છે તો પક્ષીઓ માટે ખાસ ફુવારા ફિટ કરવામાં આવ્યા છે.
સાથે સાથે સ્પ્રિંકલની સુવિધા પણ કરવામાં આવી છે. તદઉપરાંત પ્રાણીઓ પર પાણી નો છંટકાવ કરવામાં પણ કરવામાં આવે છે. વાંદરા બરફ ની ઠંડી હવા સાથે બરફ પણ મોજથી ખાય છે. ઠંડક મળતા જ પ્રાણીઓની મોજ અને પક્ષીઓ કલરવથી સખત ગરમી માં પણ ઝુ નું વાતાવરણ ખુશનુમા બને છે. પક્ષીઓ ના ચહચહાટથી અહીં આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકો ખૂબ ખુશ થતા હોય છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સિંહ અને અલભ્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનની ખાસ કામગીરી કરે છે. આથી પ્રાણીઓની સારસંભાળ ખાસ રાખવામાં આવે છે. આ અંગે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ના મુખ્ય અધિકારી રામ રતન નાલા એ જણાવ્યું હતું કે હાલ ગરમીની સીઝન હોય પ્રાણીઓને ગરમીમાં રાહત આપવા સસ્તન વર્ગ ના પ્રાણીઓને ખાસ ગરમી શોષક પંખા, પક્ષીઓ અને અમુક પ્રાણીઓ માટે ફુવારા તેમજ સ્પ્રિંકલ તો સિંહ, વાઘ જેવા પ્રાણીઓ કે જે અસહ્ય ગરમી થી બેચેન બની જાય છે.
ઝુમાં પ્રાણીઓને પાણી ભરેલા કુંડમાં બરફ નાખી ઠંડક આપવામાં આવે છે. સક્કરબાગ ઝુ માં પ્રાણીઓની સારવાર અને સંભાળ માં મુખ્ય જવાબદારી નિભાવનાર વેટરનરી ડૉ કડીવારે પ્રાણીઓને ગરમીમાં સંભાળ અંગે જણાવ્યું કે પ્રાણીઓ પણ માનવની જેમ જ ગરમીથી અકળાય છે અને તેમની પાચન શક્તિ પર અસર થાય છે. આથી તેઓનો ખોરાક રોજીંદાની તુલનામાં ઘટાડવા માં આવે છે.

તેમજ તમામ પ્રાણીઓના પીવાના પાણીમાં ORS આપવામાં આવે છે. જેથી તેમના શરીર માંથી પાણીન ઘટી જાય અને ગરમી પણ રાહત મેળવી શકે. આ ઉપરાંત દરેક પ્રાણીઓના શરીર મુજબ તાપમાનની નિયમિત ચકાસણી કરવામાં આવે છે. તેમજ સ્વાસ્થ્ય પર અસર થાયતો તુરંત જરૂરી દવા આપવામાં આવે છે.
જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય એક એવી જગ્યા છે. જ્યાં પ્રવાસીઓ અવરીત આવતા હોય છે, દર વર્ષે અંદાજે 3 થી 4 લાખ પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને હાલ જ્યારે વેકેશન ચાલે છે. ત્યારે દૂર દૂર થી આવતા બાળકો તેમજ તેમના પરિવાર જનો અહીં આવતા હોય છે જેઓ પણ સક્કરબાગ ની અંદર આવેલ અસંખ્ય વૃક્ષો નીં છાયામાં ઠંડક મેળવે છે. અને પ્રાણીઓને ઠંડક માટે આપવામાં આવતીઆ સુવિધાઓથી ખુશીનો અનુભવ કરે છે.