HomeWild Life Newsજુનાગઢ: ઈનફાઈટમાં ઘાયલ સિંહણ( Asiatic Lioness )નું મોત

જુનાગઢ: ઈનફાઈટમાં ઘાયલ સિંહણ( Asiatic Lioness )નું મોત

જુનાગઢ જીલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જના બાણીયામાં સિંહણ(Asiatic Lioness) નું ઇનફાઈટ મોત થતા વનવિભાગ દોડતું થયું હતું. ધારી ગીર પૂર્વમાં સિંહો(Asiatic Lion)ના મોત નો સિલસિલો યથાવત રહ્યો છે.

જંગલ વિસ્તારમાં 2થી 3 વર્ષની સિંહણ(Asiatic Lioness)નું ઇનફાઈટમાં મોત થયું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ ખાંભા તુલસીશ્યામ રેન્જના બાણીયા રાઉન્ડના રેબડીનેસ વિસ્તાર માંથી 2 થી 3 વર્ષની સિંહણ(Asiatic Lioness)નું નર સિંહ સાથે ઇનફાઈટ માં મોત થયું હોવાનું વનવિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું અને આ મૃત સિંહણ(Asiatic Lioness)નું ઘટના સ્થળ પર ડોક્ટર દ્વારા પી એમ કરી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, છેલ્લા બે માસમાં બાણીયા રાઉન્ડ માંથી એક સિંહણ(Asiatic Lioness) અને એક સિંહબાળનો મૃતદેહ વન વિભાગને મળી આવ્યો હતો. જોકે સિંહણ(Asiatic Lioness)નું મોત કુદરતી રીતે થયું હતું અને સિંહબાળનું મોત ઇનફાઈટ માં થયું હોવાનું બહાર આવ્યું હતું. જોકે વધુ એક સિંહણ(Asiatic Lioness)નું મોત ઇનફાઈટ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ વનવિભાગના અધિકારીઓ સહિત વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

- Advertisment -